Trending News
સ્થાનિક સમાચાર

દશેરા પર્વે ૫૧ કુમારિકાઓનું પૂજન કરી શણગાર કીટ અર્પણ કરાઈ

21 October


૨૧ બાળકોને નવા વસ્ત્રોની ભેટ અપાઈ

ભુજ - કચ્છઉદય : દશેરાના પાવન પર્વ નિમિત્તે માનવજ્યોત સંસ્થા, ભુજ દ્વારા રઘુવંશીનગર મહિલા મંડળના સહયોગથી ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશીનગર ખાતે ૫૧ કુમારિકાઓને માતાજીના સ્વરૂપે બિરદાવી કુમકુમ તિલક કરી વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ ૫૧ કુમારિકાઓને નેકલેસ સહિત શણગારની ૯ વસ્તુઓ ધરાવતી આકર્ષક કીટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત અમદાવાદના દાતા જે.કે. અંતાણીના સહયોગથી ૨૧ બાળિકાઓ અને બાળકોને નવા ડ્રેસ અર્પણ કરાયા હતા. શણગાર કીટ અને નવાં વસ્ત્રોની ભેટ મળતાં બાળકોના ચહેરા આનંદથી ખીલી ઊઠ્યા હતા. દશેરા પર્વે કુમારિકા પૂજન સાથે સેવા, સંસ્કાર અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમની વ્યવસ્થા માનવજ્યોતના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, ગોવિંદભાઈ પાટીદાર, ભરતભાઈ વી. સોની તથા રઘુવંશી મહિલા મંડળનાં માલાબેન જોષી, ઝંખનાબા પરમાર અને કંચનબેન ગોરે સંભાળી હતી. 
----------

Comments

COMMENT / REPLY FROM