Trending News
ક્રાઈમ

ભચાઉમાં જુની અદાવતમાં ધીંગાણું :  ફાયરીંગ-તોડફોડ-હુમલાની ફરીયાદ

21 October



ભચાઉમાં સર્વોદય સોસાયટીમાં કારમાં તોડફોડ અને ધોકાથી હુમલો કરનાર ૧૧ શખ્સો સામે ગુનો નોંધાયો

ભચાઉઃ ભચાઉ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સર્વોદય સોસાયટી વિસ્તારમાં જૂના મનદુઃખને લઈને ગેરકાયદેસર મંડળી રચી, કારમાં તોડફોડ કરી અને ફાયરિંગ તેમજ ધોકા-લાકડીઓથી હુમલો કરી માર મારવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદી પુરીબેન ગોવાભાઈ જારી રબારીના દીકરા તથા ભાણેજ સાથે અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીઓ દ્વારા ફરિયાદીની કારમાં નુકસાન કરવામાં આવ્યું હતું.આ હુમલામાં ભીખા કાબા રબારી, ભીખા કાના રબારી, ગંગા જામાં રબારી, શંકર ઓખા રબારી, વશરામ શંકર રબારી, વિપુલ શંકર રબારી, વસતા લખમણ રબારી, ઈશ્વર વશરામ રબારી, મયુર વસ્તા રબારી, રાહુલ અરજણ રબારી અને મેશા માના રબારી (તમામ રહે. સર્વોદય સોસાયટી, ભચાઉ) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ફરિયાદીના ભાણેજને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી મુઢ માર માર્યો હોવાનું પોલીસ દફતરે જાહેર થયું છે. આ મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM