Trending News
સ્થાનિક સમાચાર

જખૌ ડ્રગ્સ કેસથી લઈને મહારાષ્ટ્રમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ સુધીઃ  સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ પર મહારાષ્ટ્ર પોલીસ ત્રાટકશે?

21 October



કચ્છમાં પૂર્વ-પશ્ચીમ કચ્છ બી-રોલ ભરવાની કામગીરી સજજડબદ્ધ કરાવે : લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટર અને તેનો માયાજાળ કે નેટવર્ક હજુય કચ્છમાં અંદર ખાતે સક્રીય તો નથી ને? મહારાષ્ટ્ર પોલીસ પણ અમદાવાદ જેલમાં બંધ લોરેન્સની ઉલટતપાસ કરે


ગાંધીધામ : બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર મહારાષ્ટ્રમાં થયેલા ફાયરિંગની સનસનાટીભરી ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ હુમલાના તાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાઈ રહ્યા છે, જે હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. જેલની ચાર દીવાલોની અંદર બેસીને ગુનાહિત સામ્રાજ્ય ચલાવતા લોરેન્સ બિશ્નોઈનું નામ અગાઉ કચ્છના જખૌ ડ્રગ્સ કેસ તેમજ સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં પણ સામે આવી ચૂક્યું છે. જેખૌ-નલીયાનાડ્રગ્સ કેસમાં જ લોરેન્સ હાલમાં સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે ઉપરાત પણ સલમાન ખાનની નજીર રહેનાર કે તેની સાથે કામ કરનારાઓ પર ફાયરીંગ થશે તેવી ધમકી હજુય તે આપી રહ્યો છે. ત્યારે ટાઈગર શ્રેાફના કેસમાં પણ તપાસનીશ પોલીસ સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈની પુછતાછ કરી શકે છે. હાલમાં મહારાષ્ટ્રમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગના શખ્સોની સંડોવતા સામે આવતા મહારાષ્ટ્ર પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગ અને ઉચ્ચ નેતૃત્વ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. આ ગંભીર ગુનાના ધાગા ક્યાં સુધી જોડાયેલા છે અને આ સમગ્ર નેટવર્ક જેલમાંથી કઈ રીતે ઓપરેટ થાય છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે મહારાષ્ટ્ર પોલીસ ટૂંક સમયમાં સાબરમતી જેલનો રૂખ કરી શકે છે.મુંબઈ અને મહારાષ્ટ્ર પોલીસની એક વિશેષ ટીમ દ્વારા સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો કબજો મેળવીને કે તેની સઘન ઉલટતપાસ કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યંત પ્રબળ બની છે. ડ્રગ્સ સિન્ડિકેટ, સેલિબ્રિટીઓને નિશાન બનાવતા શૂટર્સ અને ફાયરિંગના આ પ્લાન પાછળ કોણ-કોણ સામેલ છે તે અંગે મોટા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે.


.................

કચ્છના લખપત અને જખૌ સુધી લંબાયા હતા ગુનાના તાર.!

ગાંધીધામ : અગાઉ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ કરનાર શૂટર્સની કડીઓ છેવાડાના કચ્છ જિલ્લા સુધી લંબાઈ હતી. આ કેસના મુખ્ય શૂટર્સને કચ્છના લખપત વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા, જેણે સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી હતી. આ ઉપરાંત, કચ્છના જખૌ દરિયાકાંઠે પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણ અને તેના નેટવર્ક સાથે પણ લોરેન્સ બિશ્નોઈ અને તેની સિન્ડિકેટના સીધા કનેક્શનો તપાસ દરમિયાન બહાર આવ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM