કચ્છ બોર્ડર રેન્જ ટીમનો સપાટો! જુના કટારીયામા ૬૩.૪૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
રેલવેના પાટા નજીક અવાવરું ખેતરોમાં દારૂનું કટીંગ ઝડપાયું; ૧૪,૦૪૦ નંગ બોટલ-ક્વાર્ટર કબજે : ત્રણ ક્રેટા કાર અને ટ્રેક્ટર-ટ્રોલી સહિત ચાર વાહનો જપ્ત; સરહદી રેન્જ ભુજ અને લાકડિયા પોલીસની સંયુક્ત કાર્યવાહી
ગાંધીધામઃકચ્છના ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામની સીમમાં ક્રાઇમ-૨ બોર્ડર રેન્જ ભુજની ટીમે સપાટો બોલાવી ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. રેલવેના પાટા નજીક આવેલા અવાવરું ખેતરોમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું હોવાની ખાનગી બાતમીના આધારે સરહદી રેન્જ ભુજની ટીમ અને લાકડિયા પોલીસે સંયુક્ત રેડ કરી દારૂ તથા વાહનો સહિત કુલ ૬૩,૪૧,૧૬૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા સરહદી રેન્જના જિલ્લાઓમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન પ્રોહિબિશનની ગેરકાયદેસર
પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા તથા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ.પી. બોડાણા, ક્રાઇમ-૨, બોર્ડર રેન્જ સરહદી વિભાગ ભુજના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી.
દરમિયાન પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામની સીમમાં રેલવેના પાટા નજીક આવેલા અવાવરું ખેતરોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું છે. બાતમીના આધારે સરહદી રેન્જ ભુજની ટીમે લાકડિયા
પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર રેડ કરી હતી. આ કાર્યવાહીમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટર મળી કુલ ૧૪,૦૪૦ નંગ, કિંમત ૩૦,૪૧,૧૬૦નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હ્યુન્ડાઈ કંપનીની ત્રણ ક્રેટા કાર અને ટ્રોલી સાથેનું એક ટ્રેક્ટર મળી કુલ ચાર વાહનો, જેની કિંમત ૩૩,૦૦,૦૦૦ આંકવામાં આવી છે, તે પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આમ, દારૂ અને વાહનો સહિત કુલ ૬૩,૪૧,૧૬૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં હ્યુન્ડાઈ ક્રેટા કાર નંબર ય્ત્ન-૩૯-ઝ્રછ-૪૪૩૭, ય્ત્ન-૩૯-ઝ્રઝ્ર-૦૩૩૨ અને ય્ત્ન-૩૯-ઝ્રમ્-૭૫૧૪ના ચાલક/માલિકો તેમજ ટ્રોલી સાથેના ટ્રેક્ટરના ચાલક/માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે લાકડિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ સમગ્ર કામગીરીમાં પી.એસ.આઈ. એ.પી. વાઘેલા, એ.એસ.આઈ. ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઈ. કનકસિંહ નવર્તાસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ હેમુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ રાજાભાઈ ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા જોડાયા હતા. તેમજ લાકડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ નરભેરામભાઈ બ્રાહ્મણ, હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ સામતભાઈ મરંડ અને પોલીસ કોન્સ્ટેબલ હકુમતસિંહ કિરીટસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કામગીરી કરી હતી.નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
........

Comments