Trending News
રમત જગત

કે.સી.એ.ની આંતર જિલ્લા અંડર-૨૩ ટીમની જાહેરાત

19 August


ભુજ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી આગામી સિઝનમાં યોજાનાર આંતર જિલ્લા અંડર-૨૩ ટુર્નામેન્ટ માટે કચ્છ ક્રિકેટ એસોસિએશન દ્વારા ૩૦ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ૩૦ ખેલાડીઓમાંથી પ્રેક્ટિસ અને પ્રદર્શનના આધારે અંતિમ ૧૬ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે તેમ સંસ્થાના મંત્રીએ જણાવ્યું હતું.
પસંદગી પામેલા ખેલાડીઓમાં ધ્રુવ ગોસ્વામી (કપ્તાન), પ્રિન્સ કેરાઈ, જૈનિલ સેધાણી, વિશ્વજીતસિંહ જેઠવા, જીત પટેલ, યશ ધોળુ, શ્યામ રૂડાણી, જીત ગોસ્વામી, પૂર્વ રાઠોડ, પ્રિન્સ ભગત, ઓમ ગોસ્વામી, આદિત્ય જોષી, ભવ્ય જોષી, દક્ષ પોકાર, અમન રાજપૂત, વિષ્ણુ ભટ્ટ, જેદ નોડે, વિશાલ જોગી, મોહિત શર્મા, દિપ પેથાણી, જયદીપ જોષી, નિકુંજ પિંડોરીયા, હેમ ગણાત્રા, વ્યાસ વેદ, પ્રીત ભાનુશાલી, યશ ચંદે, વિરેન્દ્રસિંહ જાડેજા (પાન્ધ્રો), ઈસ્માઈલ શિરૂ, ઇર્શાદ (માંડવી) અને અભયરાજસિંહ ભાટીનો સમાવેશ થાય છે. ખેલાડીઓની પસંદગી ભુજ સ્થિત લાલજી રૂડા પિંડોરીયા લેવા પટેલ ગ્રાઉન્ડ ખાતે સંસ્થાના સહયોગથી કરવામાં આવી હતી. પસંદગી સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાના વડપણ હેઠળ યોજાયેલી પસંદગી પ્રક્રિયામાં પસંદગીકાર તરીકે નવલસિંહ જાડેજા, મુકેશ ગોર, મહિપતસિંહ રાઠોડ અને અશોક મહેતાએ સેવા આપી હતી.
આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તથા સહમંત્રી પ્રવીણ હીરાણી ઉપસ્થિત રહ્યા હતા. પસંદગી પ્રક્રિયા માટે સહયોગ બદલ લેવા પટેલ સમાજના રામજીભાઈ સેધાણી તથા ટ્રસ્ટી મંડળના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટીમના કોચ તરીકે મહેશ પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી હોવાનું પણ યાદીમાં જણાવાયું છે.
------ 

 

Comments

COMMENT / REPLY FROM