Trending News
સ્થાનિક સમાચાર

૩.૫૦ કરોડનો ‘નાપાક’ ખજૂરકાંડ : DRI કૌભાંડ પકડ્યું તો કંડલા કસ્ટમ તંત્ર શું ઊંઘતું હતું? 

14 August


કસ્ટમના જવાબદારોના પણ ‘કાળા-ધોળા’ બહાર લાવવાની ઉઠતી પ્રચંડ માંગ

ગાંધીધામ (કચ્છઉદય) : કંડલા બંદર પરથી રૂ. ૩.૫૦ કરોડથી વધુ મૂલ્યના ૩૬૪ ટન ખજૂરના મિસ-ડિકલેરેશન કૌભાંડમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ ની ટીમે મોટી સફળતા મેળવીને મુખ્ય સૂત્રધાર અને ગાંધીધામના આયાતકાર પવન ગોયલની અટકાયત કરી અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પરંતુ, આ સમગ્ર ઘટનાક્રમે સ્થાનિક કસ્ટમ વિભાગની ભૂમિકા સામે ગંભીર શંકાઓ અને સવાલો ઊભા કર્યા છે. આ મામલે હાલમાં ચાલી રહેલી તપાસની વિગતોની વાત કરીએ તો ચોક્કસ બાતમીના આધારે ડ્ઢઇૈં દ્વારા કંડલા પોર્ટ પર ૧૪ કન્ટેનર અટકાવી તપાસ કરાતાં આ મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ શિપમેન્ટ દિલ્હી સ્થિત ‘શિવ ઓમ ઇમ્પેક્સ‘ નામની પેઢીના નામે અને ‘ફ્રેટ લિંક લોજિસ્ટિક’ દ્વારા ક્લિયરન્સ માટે રજૂ કરાયું હતું. જોકે, દિલ્હી ખાતે આ નામની કોઈ કંપની અસ્તિત્વમાં જ ન હોવાનું સામે આવ્યું છે.તપાસમાં બહાર આવ્યું કે, કેન્દ્ર સરકારે મે ૨૦૨૫થી પાકિસ્તાનથી ખજૂરની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદેલો છે. વળી, પાકિસ્તાની ખજૂર પર ૨૦૦% કસ્ટમ ડ્યૂટી લાગે છે, જ્યારે દુબઈના માલ પર માત્ર ૧૦% ડ્યૂટી ચૂકવવી પડે છે. આયાતકારે પાકિસ્તાનથી લાવેલો ખજૂરનો જથ્થો પહેલાં દુબઈ મોકલ્યો, ત્યાં કાગળો અને કન્ટેનર બદલી દુબઈથી આયાત થયો હોવાનું દર્શાવી રૂ. ૩.૫૦ કરોડથી વધુની માતબર ડ્યૂટી ચોરી કરવાનો ખેલ રચ્યો હતો.

..............

ગાંધીધામનો ઝડપાયેલ વેપારી અગાઉ પણ ડયુટીચોરી કાંડમાં સંડોવાયેલ હોવાની છે ચર્ચા

અન્ય બંદરો પર પણ તપાસ લંબાઈ હોવાની ચર્ચા


ગાંધીધામ : આગામી તહેવારોની મોસમમાં ડ્રાયફ્રૂટ્‌સની વધતી માંગને ધ્યાનમાં રાખીને સક્રિય થયેલી આ સિન્ડિકેટના અન્ય સભ્યોની શોધોખોળ શરૂ કરાઈ છે. પકડાયેલો પવન ગોયલ અગાઉ પણ ડ્યૂટી ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. ડ્ઢઇૈં હવે દેશના અન્ય બંદરો પર પણ આ જ પદ્ધતિથી પાકિસ્તાની સામગ્રી ઘુસાડવામાં આવી છે કે કેમ અને તેમાં કસ્ટમના કયા અધિકારીઓની છત્રાછાયા હતી તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યું છે.

..................

સ્થાનિક કસ્ટમ તંત્ર ઊંઘતું રહ્યું કે ‘મેળપીપળા’માં આંખ આડા કાન કર્યા?


ગાંધીધામ : આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ હવે સ્થાનિક કસ્ટમ તંત્રની શંકાસ્પદ ભૂમિકા કેન્દ્રસ્થાને આવી ગઈ છે. વેપારી વર્ગ અને સ્થાનિક વર્તુળોમાં તીવ્ર સવાલો ઊઠી રહ્યા છે કેઃ *સ્થાનિક કસ્ટમ શું કરી રહ્યું હતું?ઃ જો દિલ્હીની તપાસ એજન્સી ગાંધીધામ આવીને આટલું મોટું કૌભાંડ પકડી પાડે છે, તો કંડલામાં બેઠેલા સ્થાનિક કસ્ટમ વિભાગના અધિકારીઓને આટલા મોટા કન્સાઈનમેન્ટ અંગે સહેજ પણ ગંધ કેમ ન આવી? *કસ્ટમના ‘કાળા-ધોળા’ ક્યારે બહાર આવશે?ઃ ખજૂર અને રોક-સોલ્ટ (સિંધાલૂણ મીઠું) મોટે ભાગે પાકિસ્તાનથી જ સપ્લાય થાય છે તે વાતથી તમામ એજન્સીઓ વાકેફ છે. આમ છતાં, આવા કૌભાંડી તત્વો કસ્ટમના નાક નીચે કેમ ફાવી જાય છે?* આંતરિક સેટિંગની આશંકાઃ શું કસ્ટમના અધિકારીઓની મિલિભગત વગર પાકિસ્તાનથી દુબઈ થઈને આવતો આટલો મોટો જથ્થો અંદર ઘૂસી શકે? સ્થાનિક કસ્ટમ ક્લિયરન્સમાં મદદ કરનારા નાના-મોટા અધિકારીઓ સામે તપાસ કેમ નહીં?

 

Comments

COMMENT / REPLY FROM