સામખિયાળીમાં સગીર ભત્રીજીની લાજ લેવાનો પ્રયાસ કરનાર સગો કાકો દબોચાયો
સામખિયાળી - કચ્છ ઉદય :પૂર્વ કચ્છના સામખીયાળીમાં શરમજનક ઘટના બનવા પામી છે. ૧૬ વર્ષીય ભત્રીજીની લાજ લેવાનો પ્રયાસ કરનાર સગો કાકો દબોચાયો છે. આ અંગે સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરમનાક બનાવ સામે આવ્યો છે. ફરિયાદી મહિલાની ૧૬ વર્ષની દીકરી સાથે તેના સગા કાકા ભરતભાઇ જગદીશભાઇ સુથાર (ઉ.વ. ૧૯) એ અડપલાં કરી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે સામખીયારી પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો (ર્ઁંઝ્રર્જીં) એક્ટ હેઠળ ગુનો નોંધી તુરંત જ આરોપી ભરત સુથારની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments