પશ્ચિમ કચ્છમાં વધુ ચાર દરોડામાં જુગાર રમતા ૧૮ ખેલી પકડાયા
ભુજ - કચ્છઉદય : જિલ્લામાં શ્રાવણી મહિનાની શરૂઆત સાથે જ જુગારીઓ સક્રિય થયા છે, ત્યારે પશ્ચિમ કચ્છમાં ચાર સ્થળોએ પોલીસે કરેલી કાર્યવાહીમાં ૧૮ જુગારી પકડાયા હતા, જયારે છ ભાગી ગયા હતા. આ બાબતે માનકુવા પોલીસમાંથી મળતી વિગતો મુજબ દિનેશ ડાયા મહેશ્વરી, ચેતન દેવરામ મહેશ્વરી, ઈશાક ઈબ્રાહીમ જુણેજા, કરણસિંહ દેવુભા ચુડાસમા દહીંસરા ગામની સીમમાં આવેલા વોકળા પાસે જુગાર રમતા હતા, ત્યારે પકડાયા હતા. જયારે ભીમજી ચાંપશી મહેશ્વરી, મોહન વેલજી ઉર્ફે ખટ્ટો મહેશ્વરી, પુનમ લધા મહેશ્વરી, મનીષ વીરજી મહેશ્વરી ભાગી ગયા હતા. રોકડા રૂા. ર૧૬૦૦ તેમજ ર૧ હજારના પાંચ મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. જયારે માંડવીના બાડા ગામે આવેલા ન્યુ કોલીવાસમાં જુગાર રમતા પાંચ ખેલી પકડાયા હતા. જેમાં સિકંદર ઓસમાણ ખલીફા, મનજી ઓસમાણ કોલી, વેરશી જખુ કોલી, નીતિન મીઠુ કોલી, દિલીપ મનજી કોલી, જીગ્નેશ વેલજી માતંગ પકડાયા હતા. રોકડા રૂા. ૧ર૧ર૦ કબજે કરવામાં આવ્યા હતા. દરમ્યાન માંડવી તાલુકાના નાગલપર ગામે આવેલા ચોકમાં જુગાર રમતા તેજપાલ વીરમ મહેશ્વરી, સુમરા આદમ ઈબ્રાહીમ, મૈમુદ હાસમ સુમરા, મહેશ શીવજી મહેશ્વરી, વિનોદ ખીમજી મહેશ્વરી પકડાયા હતા. રોકડા રૂા. ૧૧પ૭૦ કબજે કરવામાં આવ્યા હતા. દરમ્યાન બિદડા ગામે જુગાર રમતા ગોવિંદ વાલજી, રાહુલ કાંતિ, હીંમત વેલજીભાઈ, રાહુલ મોહન, રાજેશ પપ્પુને પકડી રોકડા રૂા. ૧રપ૭૦ કબજે કરી કોડાય પોલીસે ગુનો દાખલ
કર્યો હતો.

Comments