Trending News
રાજકારણ સમાચાર

ભુજ નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા માટે ચેમ્બર ફાળવવા રજૂઆત

01 May


ભુજ - કચ્છઉદય : ભુજ નગરપાલિકામાં વિરોધ પક્ષ કોંગ્રેસ માટે અલાયદી ચેમ્બર ફાળવવાની માંગ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી. કે. હુંબલ દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં જણાવ્યા અનુસાર હાલની સામાન્ય ચૂંટણી ૨૦૨૬માં કોંગ્રેસ પક્ષને ૧૩ જેટલી બેઠકો મળી છે અને ભુજના તમામ વોર્ડમાં પક્ષને નોંધપાત્ર મતો પ્રાપ્ત થયા છે. લોકપ્રશ્નોના ઉકેલ અને વહીવટી કામગીરી માટે કાર્યાલયની અનિવાર્યતા હોવાથી વિરોધ પક્ષના નેતા માટે યોગ્ય ચેમ્બરની ફાળવણી કરવા વિનંતી કરવામાં આવી છે.
વધુમાં આ રજૂઆતમાં એક મહત્વનો મુદ્દો ઉઠાવતા જણાવવામાં આવ્યું છે કે જો વિરોધ પક્ષને ચેમ્બર ફાળવવામાં ન આવે તો ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનોને પણ ચેમ્બર ફાળવવી જોઈએ નહીં, કારણ કે નિયમ મુજબ તેમની ફાળવણીની કોઈ જોગવાઈ નથી. ભુજની જનતા પોતાના પ્રશ્નો અને રજૂઆતો યોગ્ય રીતે કરી શકે તે હેતુથી વિપક્ષ નેતા માટેની ચેમ્બર ફાળવવાની માંગણી પ્રબળ બનાવવામાં આવી છે. 

------- 

Comments

COMMENT / REPLY FROM