Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝમાં ફેબ્રીક કૌભાંડ નો કેમ થયો ઘટસ્ફોટ? શાબાશી આપો મુંબઈ ડીઆરઆઈની ટીમનેેે.!

25 April

કલોથસ મેજરમેન્ટની અમદાવાદ ડીઆરઆઈ કરે ઉંડી તપાસ!



અમદાવાદ ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં સોપારી દાણચોરી બાદ શ્રી ક્રીષ્નના બહાને ફેબ્રીક દાણચોરીમાં પણ સાર્થક બનવા માંગતી મહેશ ટોળકીને લીધી બરાબરની સાણસામાં! : દીલ્હીના ઈમ્પોર્ટરે મુંબઈના બદલે મહેશને ઝોનમાં કામ સોપ્યું ને પકડાયો માલ.!


પીયુ-પીવીસી કોંટીંગમાં ફેબ્રીકમાં ડયુટીના આવતા તગડા ફેરનો ગેરલાભ ઉઠાવ જતા મહેશ આણી ટોળકી એજન્સીના આવી ગઈ રડારમાં : મુંબઈ ડીઆરઆઈના ઈનપુટસથી અમદાવાદને કાસેઝમાં દોડાવાઈ : અમદાવાદ ડીઆરઆઈએ અનેકવિધ સેમ્પલો લઈ વિશ્વાસુ લેબમાં મોકલાવાયા : સેમ્પલ આવ્યા બાદ પેનલ્ટી સાથે ડયુટી ફટકારવાની થઈ શકે છે કડક કાર્યવાહી



ગાંધીધામ : દેશના મહાબંદરને અડીને આવેલા કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોન હાલમાં ફરીથી ચર્ચાના એરણે છે. એક તો અહીના ઈન્ચાર્ઝ કડક અને પ્રજાભીમુખ તટસ્થ ડીસી શ્રી પાટીલ દ્વારા લેવાઈ રહેલા વિકાસલક્ષી પગલાઓની ચર્ચાઓ ઠેર ઠેર થવા પામી રહી છે ત્યારે બીજીતરફ કાસેઝમાં આધોઈ સોપારી કાંડ અને તે બાદ હવે અમદાવાદ ડીઆરઆઈ દ્વારા ફેબ્રીકના થોકબંધ કન્ટેઈનરોને અટકાવીઅ ને સબંધિત વેરહાઉસ સહિતનાઓના લીધેલા પુછાણાઓનો મુદો હોટટોપીક બની જવા પામ્યો છે. કાસેઝમાં બે રોજ પહેલા અમદાવાદ ડીઆરઆઈ આવી અને એક યુનિટના સંચાલક, વેરહાઉસ સંચાલકના કલાકો સુધી પુછાણા લીધા હતા. ફેબ્રીકના કન્ટેઈનરો મુંદરામાં અને તે બાદ એકાદ કન્ટેઈનર ઝોનમાં અટકાવી અને તે સંદર્ભેની તપાસ હાથ ધરવામા અવી હતી. આ મામલે મળતી વધુ માહીતી અનુસાર પીયુ અને પીવીસી કોટીંગની વચ્ચે ડયુટીનો તગડો તફાવત રહેલો છે જેનો ગેરલાભ લઈ અને મોટી ડયુટીચોરી આચરવાનો પ્રયાસ થયો હોવાનુ મનાય છે.  અહી જાણકારો કહી રહ્યા છે કે, મુંદરામાં થોકબંધ કન્ટેઈનર અને જોન સુધી તેનો રેલો લંબાવવો? આ આખુય કાંડ આવ્યુ કેવી રીતે પ્રકાશમાં?  તેની જો વાત કરીએ તો મુંબઈ ડીઆરઆઈ પાસે સ્પેશસીક માહીતી રહેલી હતી અને મુંબઈ ડીઆરઆઈ દ્વારા અમદાવાદ યુનિટને આ ચોકકસ માહીતી આપવામાં આવી અને તે બાદ તપાસ કાસેજ સુધી પહોચી છે. કહેવાય છે કે, દીલ્હીનો મુળ ઈમ્પોર્ટસ અત્યાર સુધી મુંબઈમાં જ આ ચીજવસ્તુઓની આયાત કરતો હતો પરંતુ અચાનક તેણે મહેશની ટીમને ઝોનમાં આ કામ સોપતા જ એજન્સીના રડારમાં તે આવી ગયો હોવાનુ મનાય છે. 
આ કેસમાં મળતી વધુ વિગતો અનુસાર અમદાવાદ ડીઆરઆઈનાઅધિકારીઓ દ્વારા મહેશ અને તેના સ્ટાફ સહિતનાઓની મેરેથોન પુછતાછ કર્યા બાદ સબંધિત યુનિટમાંથી એકાદ-બે નહી પણ થોકબંધ સેમ્પલો ડ્રો કરવામાં આવ્યા છે અને તે સેમ્પલોને ડીઆરઆઈએ પોતાની વિશ્વાસુ લેબમાં 
પૃથકરણ માટે મોકલી આપ્યા હોવાનુ મનાય છે. આ સેમ્પલોનો રીપોર્ટ આવી ગયા બાદ વેરહાઉસ વાળા સહિતનાઓની સામે કાર્યવાહી થવા પામી શકે છે. આ ઉપરાંત પેનલ્ટી સાથે તગડી ડયુટીની પણ ફટકાર લાગવાના ભણકારા હાલતુરંત દર્શાઈ રહ્યા છે. આ આખય પ્રકરણમાં મુંબઈની ડીઆરઆઈ અને તેના અધિકારીને શાબાશી આપવી જોઈએ. સતત જીણવટભર્યા એનાલીસ મુંબઈ ડીઆરઆઈ દ્વારા કરાયુ અને દિલ્હી-મુંબઈથી કાસેઝ-કચ્છ સુધી ફેલાયેલ આ ફેબ્રીકના કપડાના કાળા કારોબારનો પર્દાફાશ થવા પામી શકયો છે. જો હવે આ કેસની તપાસ વધારે ઘનિષ્ઠ થશે તો કાસેઝના અગાઉ સોપારી દાણચોરીમાં બહુચર્ચિત રહી ચુકેલા મહેશ અને તેની પાછળના અન્ય દાણચોરી કરનારાઓના ચહેરા પણ ચોકકસથી બેનકાબ થવા પામી જશે તેમ કહેવુ અસ્થાને નહી ગણાય.

............

 

Comments

COMMENT / REPLY FROM