Trending News
સ્થાનિક સમાચાર

કટરા  ગાંધીધામ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર

22 April


અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને પગલે બ્લોકના કારણે ૨૪મીએ ટ્રાફિક બ્લોક લેવાશે 


ગાંધીધામ - કચ્છઉદય : અમદાવાદ મંડળના ગેરતપુર-અમદાવાદ સેક્શન પર બુલેટ ટ્રેન પરિયોજના અંતર્ગત પ્રીકાસ્ટેડ પોર્ટલ બીમ લોન્ચિંગની કામગીરીને કારણે આગામી ૨૪ એપ્રિલના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ એન્જિનિયરિંગ કાર્યને લીધે પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો પ્રભાવિત થશે, જેમાં કચ્છ આવતી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન નં. ૧૨૪૭૪ને વડોદરા મંડળમાં ૧ કલાક અને ૪૫ મિનિટ સુધી રોકી રાખવામાં (રેગ્યુલેટ કરવામાં) આવશે. આ ઉપરાંત, મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે, જ્યારે જામનગર-વડોદરા ઇન્ટરસિટી અને વડોદરા-વટવા મેમૂ જેવી ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ પણ તેના નિર્ધારિત સમય કરતાં સવા કલાક મોડી ઉપડશે, જેથી મુસાફરોને રેલવેની સત્તાવાર વેબસાઇટ પર સમયની ખાતરી કરી લેવા અનુરોધ કરાયો છે.


 

Comments

COMMENT / REPLY FROM