Trending News
ક્રાઈમ

કચ્છની હાઈવે ઢાબા સ્ટાઈલ હોટલો માં ડ્રગ્સ-દારૂ-તેલચોરી સહિતમાં કુખ્યાત લાખો ફરી મેદાનમાં? કોની લીલીઝંડી..?

18 April

એસપી સાહેબ, આ લાખા માટે કાયદાઓ અલગ છે કે શું?


ગાંધીધામ-ભચાઉ હાઈવે પાસેથી પોલીસે શંકાસ્પદ ડિઝલનો જથ્થો જે હેાટેલની ઓરડીમાથી પકડાયો તે હોટેલ કોની છે? તટસ્થ તપાસ થશે તો સીધી કે પરોક્ષ રીતે લાખાનુંજ ખુલશે નામ?  સામખીયાળથી-સુરજબારીથી લઈ અને ગાંધીધામ-કંડલા-મુંદરા સહિતના હાઈવે પર આવેલી અમુક ઢાબા સ્ટાઈલ હોટલોમાં ડ્રગ્સ, ચોરાઉ તેલ, દારૂના કટીગ સહિતની ઘટનાઓ પાલીસ. ચોપડે બનવા પામી જ રહી છે, આવી હોટેલોના પરવાના જ કેમ રદ કરવામા નથી આવતા?

લાખા જેવા ગુનેગારો સામે તાત્કાલિક તડીપાર કે હદપાર કાર્યવાહી ન થાય તો કચ્છની કાયદો-વ્યવસ્થા વધુ જોખમમાં નહીં મુકાય?


કઈક ગુનેગારો-અસમાજીક તત્વોના દબાણો-ગેરકાયદેસર હોટલો પોલીસે તોડી પાડી છે, 
તો આ લાખાની તો ભચાઉથી મુંદરા સુધીમાં આવી ૪૦થી વધુ દબાણયુકત હાટેલો ધમધમી રહી છે? તેના આવા દબાણો સામે પોલીસ કે તંત્ર કેમ બુલડોજરવાળી નથી કરી શકતુ?



ખાટલે મોટી ખોટ : આવા ઢાબા હોટલોને બિન્દાસ બેનામી ધંધા ચલાવવાની છૂટ કોણે આપી છે? : રેલવેની હદમાં પણ લાખો હોટલના પાટીયા ગોઠવી રહ્યો હોવાની છે ચર્ચા : 
સ્થાનિક પોલીસ, આરપીએફ તથા રેલવે મેનેજમેન્ટ આવા કિસ્સાઓની ગંભીર તપાસ શા માટે નથી કરતા? 


અંજાર-ગાંધીધામ- ભચાઉ-મુંદરા હાઈવે પર લાખાની વિવિધ ઢાબા સ્ટાઈલ હોટલોમાં બેનામી વસ્તુઓની હેરફેરના ધમધમે છે  હાટડા : પૂર્વ કચ્છના કડક-તટસ્થ ડીએસપીશ્રી કેમ લાખા જેવાની સામે નથી કરતા ધાક બેસાડતી કાર્યવાહી? આ એ જ લાખો છે કે, જેની હોટલોના સંકુલમાં ડ્રાયવર-કલીનરોના મર્ડર શુદ્ધા થઈ જવા પામ્યા છે, છતા લાખાનો કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતુ? 
પૂર્વ કચ્છમાં માત્ર પાસાના બદલે લાખા જેવાઓને હદપાર-તડીપાર કરવાની થવી જોઈએ લાલઆંખ ભરી કાર્યવાહી : જો લાખાને કચ્છ બહાર તગેડી દેવામા આવશે તો કંડલા-મુંદરા બંદરોમાથી આવતી વસ્તુઓમાં હેરફેર થવી, દારૂના કટીંગ, ડ્રગ્સની પડીકાઓના વેંચાણ, ડીઝલની ગેરકાયદેસર હેરફેર  સહિતનાકઈક ધંધાઓ પર આપોઆપ જ આવી જશે બ્રેક


કચ્છ કલેકટરશ્રી ચૂંટણી સમયે લાખાને કેમ ન કરે તડીપાર ? : આ લાખા પર આટઆટલા ગુનાઓ નોંધાયેલા છે ઉપરાંત પણ ચૂંટણીના સમયે પણ તેને તડીપાર કરવા કે પાસા કરવાની કેમ નથી થતી કાર્યવાહી? લાખાની સામે કાર્યવાહી ન કરવા કોની લાજ શરમ નડે છે ? કે પછી રૂપીયો ભજવી જાય છે ભાગ?


ગાંધીધામ : કચ્છ જિલ્લામાં કંડલા અને મુન્દ્રા જેવા દેશવિદેશમાં પ્રખ્યાત મહાબંદરો કાર્યરત છે. આ પોટ્‌ર્સ પરથી કિંમતી ચીજવસ્તુઓનું આયાત-નિકાસ થાય છે, પરંતુ સાથે-સાથે હાઇવે પર આવેલી અમુક ઢાબા સ્ટાઇલ હોટલો ગુનાખોરીના ગઢ બની જવાના કિસ્સા વધી રહ્યા છે. જાણકારી અનુસાર, આવી ઢાબા હોટલો પર કન્ટેનરો રોકાવી ડ્રાઇવર-ક્લીનરોને લલચાવી, ધમકાવી અથવા ફોસલાવી કિંમતી માલસામાનની ચોરી અને ગેરકાયદેસર તસ્કરીના કેસો સામે આવતા રહ્યા છે.જાણકારો કહી રહ્યા છે કે, તાજેતરમાં જ  પાછલા એકાદ બે માસના સમયકાળમાં જ ગાંધીધામ-ભચાઉ હાઈવે પરથી ઉપરાછાપરી લાખોનું શંકાસ્પદ ડિજલની ચોરીના ઘટનાક્રમો પોલીસ ચોપડે ચડવા પામ્યા છે અને આ ડિજલનો જથ્થો હાઈવે ઢાબા સ્ટાઈલ હેાટલોમાથી જ ઝડપી પાડવામા આવ્યો છે. તે ઉપરાંત એકાદ હોટેલમાં તો લાખો જાટ પણ ગુનેગાર તરીકે દર્શાવાયો છે પરંતુ ફરાર દેખાડાઈ રહ્યો છે અથવા તો ફરાર થઈ જવા પામ્ય છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે, આ લાખાનું નામ આવા બેનામી ધંધાઓમાં હેલી વહેલી વખત નથી સામે આવવા પામ્યુ, અગાઉ પણ તેના નામો આવા ધંધાઓમાં ચમકતા જ રહ્યા છે છતા પણ તેની સામે કોઈ જ ધાક બેસાડતી કાર્યવાહી થતી ન દેખાતા જાણકારો પુછી રહ્યા છે કે, શું આ લાખા માટે કાયદાઓ ખલગ છે એસપી સાહેબ? જાણકારો કહી રહ્યા છે કે આ રીતે બેનામી ડિજલનો  જથ્થો પકડાવવાથી પુનરાવર્તિત બની રહેલી ઘટનાઓથી સાબિત થાય છે કે હાઇવે હોટલોની આડમાં દારૂ, ડ્રગ્સ અને બેનામી ધંધા નિર્ભયતાથી ચાલી રહ્યા છે. જો આ કેસમાં પોલીસ ઉંડી ઉતરશે તો જાણકારો કહી રહ્યા છે કે, તપાસનો રેલો ફરીથી લાખા સુધી જ પહોચશે. લાખાએ પુનઃ કચ્છમાં ગાંધીધામ-કંડલા-મુંદરા-માંડવી સહિતના હાઈવે પર આવી ઢાબા સ્ટાઈલ હોટલોમાં બેનામી ધંધાઓના ઠેકા લઈ લીધા હોવાનુ ચર્ચાય છે. ચર્ચા છે કે કુખ્યાત લાખો ફરીથી માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, સામખિયાળી અને સુરજબારી હાઇવે પર ઢાબા હોટલોની આડમાં દારૂ, ડ્રગ્સ તથા અન્ય ગેરકાયદેસર વેપલો ચલાવી રહ્યો છે.જાણકારો કહી રહ્યા છે કે, લાખો અગાઉ પણ ડ્રાઇવર-ક્લીનરોના હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનુ ચર્ચાઈ ચૂકયુ છે.હાલ તે ગાંધીધામ-અંજાર-મુન્દ્રા હાઇવે પર ઢાબા હોટલો પાથરી ફરીથી ગેરકાયદે ધંધાઓ ચલાવી રહ્યો છે. એટલુ માત્ર જ નહી પરંતુ જાણકારોમાંથી બહાર આવતી વિગતો અનુસાર આ લાખો હવે તો રેલવેની હદમાં પણ પોતાની આવી બેનામી હોટલોનીગોઠવણીઓ કરી ચુકયો છે. રેલવેની હદમાં પાર્કિંગની આડમાં લાખાએ બેનામી ધંધાઓવાળી ઢાબા સ્ટાઈલ હોટલ ચાલુ કરવાની પેરવી કરી લીધી હોવાનુ મનાય છે. આ બાબતે હકીકતમાં રેલવે પોલીસ તથા ગાંધીધામ રેલવે એરીયા મેનેજર સહિતનાઓએ સતર્કતા દાખવી અને આગોતરી તપાસ કરવી જેઈએ. આ રીતે હોટલ બની ગઈ અથવા તો ધમધમી ઉઠી હોય તો કોની મંજુરીથી આ બધુ થઈ રહ્યુ છે?સ્થાનિક જનતા તથા જાણકારો માંગ કરી રહ્યા છે કે કુખ્યાત લાખો સામે કડક કાનૂની પગલાં લઈ તેને કચ્છની બહાર તડીપાર કરવામાં આવે, નહીં તો ભવિષ્યમાં હાઇવે પરની ઢાબા સ્ટાઇલ હોટલો કાયદો-વ્યવસ્થાને મોટી પડકારરૂપ બની રહેશે. જાણકારો તો એવો પણ સવાલ કરી રહ્યા છે કે કંડલા-ગાંધીધામ-અંજાર-મુંદરા સહીતના હાઈવે રોડ પર લાખાની આવી સડ્ડારૂપ ઢાબા સ્ટાઈલ હોટલો ધમધમી ઉઠી છે ત્યારે  પૂર્વ કચ્છના કડક અને તટસ્થ કાયદાનિષ્ઠ એસપીશ્રી કેમ લાલઆંખ ભરી કામગીરી નથી કરતા? પૂર્વ કચ્છમાં ગુનેગારો સામે પાસા કરવામા આવે છે તે તો સારી વાત છે પરંતુ લાખા જેવા ગુનેગારોની સામે તો હદપાર અને તડીપાર જેવા જ કડક પગલા લેવા ઘટે. જયા સુધી તેને તડીપાર નહી કરવામાં આવે ત્યા સુધી બંદરો પર આવતી ચીજવસ્તુઓની મોટા પાયે થતી ચોરી અટકાવવાની વાત કે પછી  અમુક ઢાબા સ્ટાઈલ હાઈવે હોટલોમાં દારૂ-ડ્રગ્સ, ડિજલની ગેરકાયદેસર હેરફેર જેવા દુષણોને ડામવાની નિર્ણાયક કાર્યવાહી થવી કે કરવી કપરૂ કામ જ બની રહેશે.

Comments

COMMENT / REPLY FROM