Trending News
ક્રાઈમ

ગાંધીધામથી ગુમ થયેલા અનિલ વરનદાનીનો મૃતદેહ શિણાઈ ડેમમાંથી મળ્યો

01 September



૩૦ ઓગસ્ટથી હતા લાપતા : આદિપુર પોલીસે મૃતદેહને રામબાગ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાંથી ૩૦ ઓગસ્ટના રોજ ગુમ થયેલા ૨૮ વર્ષીય અનિલ ગીરધારીલાલ વરનદાનીનો મૃતદેહ શિણાઈ ડેમમાંથી મળી આવતા ચકચાર મચી છે. અનિલ સવારે આશરે સાડા અગિયાર વાગ્યે “થોડી વારમાં આવું છું” કહી 
પોતાની ય્ત્ન-૧૨-ડ્ઢઈ-૬૯૯૩ નંબરની બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા, ત્યારબાદ પરત ફર્યા નહોતા. પરિવારજનોએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરાવી હતી. દરમિયાન શિણાઈ ડેમમાંથી તેમનો મૃતદેહ મળી આવતા આદિપુર પોલીસે મૃતદેહને રામબાગ મોકલી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ 
ચાલુ છે.

.............


 

Comments

COMMENT / REPLY FROM