ગાંધીધામ મનપાની સામાન્ય સભામાં ૮ પૈકી મહત્વના નિર્ણયો બહુમતીથી પાસ
ઓસ્લો રોડના કેબીનધારકોના પુનઃવસન માટે સેક્ટર-૧૧માં પ્લોટ ફાળવણીના મુદ્દે નિર્ણય
ગાંધીધામ મનપાના બીજા બોર્ડમાં વિપક્ષી નેતા ભરત ગુપ્તાએ પ્રજાનો અવાજ કર્યો બુલંદ : આ વખતે કોંગ્રેસ-અમે વોકઆઉટ નહી કરીએ : ભરત ગુપ્તા સહિત વિપક્ષે અધિકારીઓના અણઆવડત સામે ઠાલવેલા ગુસ્સા-પ્રજા રોષની લાગણીને મળતો આવકાર
ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક આજે તા. ૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે મુખ્ય કચેરીના સભાખંડ ખાતે યોજાશે. બેઠકમાં કુલ ૮ એજન્ડા મુદ્દાઓ ચર્ચા અને નિર્ણય માટે રજૂ કરવામાં આવ્યા છે.સૌથી મહત્વના મુદ્દાઓમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓસ્લો રોડ પર આવેલી કેબીનો દૂર કરાયા બાદ કેબીનધારકોના પુનઃવસનનો મુદ્દો સામેલ છે. દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા સેક્ટર-૧૧માં પ્લોટ વેન્ડર અને કેબીનધારકો માટે પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેને લઈને મનપાની સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવશે.આ
ઉપરાંત જર્જરિત બનેલી મહાત્મા ગાંધી માર્કેટને તોડી પાડીને નવેસરથી બનાવવાની દરખાસ્ત પણ મહત્વની છે. માર્કેટના દુકાનદારો અને ઓફિસ ધારકો પાસેથી જગ્યા ખાલી કરાવવામાં આવી છે અને નવી માર્કેટ તૈયાર થયા બાદ દુકાનધારકોને
સોંપવા અંગે નિર્ણય લેવાશે.બેઠકમાં જિલ્લા પંચાયત હસ્તકની શહેરી વિસ્તારમાં આવેલી આંગણવાડીઓને મહાનગરપાલિકા હસ્તક લેવાનો મુદ્દો, ચૂંટાયેલા કોર્પોરેટરોના માનદ વેતન અને અન્ય ભથ્થાં મંજૂર કરવા અંગેનો મુદ્દો પણ ચર્ચાશે.તે
ઉપરાંત રેડ ક્રોસ ચાર રસ્તા પાસે તૈયાર થયેલા વેન્ડીંગ ઝોનને હેન્ડઓવર લેવા તેમજ આદિપુર ખાતે નિર્માણાધીન શાક માર્કેટની કામગીરી પૂર્ણતાના આરે હોવાથી તેને હેન્ડઓવર લેવા અંગે પણ નિર્ણય કરવામાં આવશે.બેઠકની શરૂઆતમાં ગત તા. ૩૦ જૂનની સામાન્ય સભાની મીટિંગની મિનિટ્સને બહાલી આપવામાં આવશે. અંતે અધ્યક્ષ સ્થાનેથી રજૂ થનારા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.
.........
ડે.કમિશ્નર સંજય રામાનુજની વહીવટી અનઆવડત સામે બોર્ડ બેઠકમાં વિરોધનો ફુટયો આક્રોશ
૧૫ ઓગસ્ટના રાષ્ટ્રગીત સમયે ડે. કમિશનર રામાનુજની મુદ્રા સામે વિપક્ષનો વિરોધ, ભરત ગુપ્તાએ માફીની માંગ કરી : મનપાની સામાન્ય સભામાં ફોટો રજૂ કરી વિપક્ષી નેતાએ ઉઠાવ્યા સવાલો; “રાષ્ટ્રગીત સમયે સલામી આપવાની જગ્યાએ છાતી પર હાથ રાખી ઉભા રહ્યા”
ગાંધીધામઃ ગાંધીધામ મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં ડે. કમિશનર શ્રી સંજય રામાનુજની ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાનની મુદ્રાને લઈને વિપક્ષે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષી નેતા ભરત ગુપ્તાએ સભામાં રામાનુજનો ફોટો રજૂ કરી રાષ્ટ્રગીતના સન્માનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ભરત ગુપ્તાના આક્ષેપ મુજબ, ૧૫ ઓગસ્ટના રોજ રાષ્ટ્રગીત દરમિયાન જ્યાં સલામી આપવાની હોય ત્યાં ડે. કમિશનર સંજય રામાનુજ છાતી પર હાથ રાખીને ઉભા જોવા મળ્યા હતા. આ મુદ્રા અંગે વિપક્ષી નેતાએ કડક વિરોધ નોંધાવી તેને રાષ્ટ્રગીતના સન્માન સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રામાનુજની ઉભા રહેવાની શૈલી ઇજીજીની શૈલી સાથે મળતી આવે છે, જેને લઈને પણ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આ મુદ્દે વિપક્ષ દ્વારા કરવામાં આવેલ આક્ષેપને લઈને ડે. કમિશનર તરફથી કોઈ સ્પષ્ટતા કે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. સામાન્ય સભામાં ભરત ગુપ્તાએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી હતી કે રાષ્ટ્રગીતના સન્માન સાથે જોડાયેલા આ મુદ્દે ડે. કમિશનર સંજય રામાનુજ સ્પષ્ટતા કરે અને જો કોઈ ભૂલ થઈ હોય તો જાહેરમાં માફી માંગે. આ મુદ્દાને પગલે સામાન્ય સભામાં વાતાવરણ ગરમાયું હતું અને અધિકારીની વર્તણૂકને લઈને
વિપક્ષે તીખો વિરોધ નોંધાવ્યો હતો.
........
પીએમસી સર્ટીકૌભાંડમા સંજય રામાનુજની સુસ્તી
સામે ઉઠયા સવાલો : ફોજદારીની ઉઠી માંગ
વિપક્ષી નેતાોઅએ બોર્ડમાં પુછયુ, અત્યાર સુધી બોગસ સર્ટીફીકેટ કાંડમાં કેમ મનપાનુ વહીવટીતંત્ર ઉંઘતુ રહ્યુ? સંજય રામાનુજે કોને કોને બચાવવા તપાસ આગળ ન ધપાવી? આ કેસમા હંગામી એન્જીનીયર, સીટી એન્જીનીયર સહિતના ચુક કરનારાઓની સામે ફોજદારી કરો નહી તો કોંગ્રેસ ફોજદારી ફરીયાદ કરશે
આ બાબતે ડે.કમિશ્નરને તપાસ અહેવાલ ઝડપથી સોપવાની જરૂરી સુચનાઓ આપી છે, કાર્યવાહી કરવામા આવશે : શ્રી દવેરાની ધરપત(કમિશ્નર ગાંધીધામ મનપા)
ગાંધીધામ મનપામાં કથિત કૌભાંડનો મુદ્દો ગાજ્યોઃ આઉટસોર્સ એન્જિનિયરની સહીથી પીએમસી દ્વારા દેહરાદૂનમાં ૨૦૦ કરોડના પ્રોજેક્ટ માટે ખોટા સર્ટિફિકેટ રજૂ કરાયાના વિપક્ષના આક્ષેપ, કમિશનરે ડેપ્યુટી કમિશનરને સોંપી તપાસ.
ગાંધીધામઃ ગાંધીધામ મહાનગરપાલિકાની સભામાં આઉટસોર્સ કર્મચારીની સહી અને ખોટા સર્ટિફિકેટના મુદ્દે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. વિપક્ષ દ્વારા સભામાં દસ્તાવેજી
પુરાવાઓ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવતા મનપા કમિશનર શ્રી દવેરાએ આ મામલે ડેપ્યુટી કમિશનર કક્ષાના ક્લાસ-વન અધિકારીને તપાસ સોંપી હોવાની સ્પષ્ટતા કરી હતી.વિપક્ષે સભામાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મનપામાં રખાયેલા એક આઉટસોર્સિંગ એન્જિનિયર દ્વારા સહી કરીને થ્રી-એ (૩છ) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. પીએમસી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ખોટી રીતે આ સર્ટિફિકેટ દેહરાદૂનની મહાનગરપાલિકામાં ૨૦૦ કરોડના પ્રોજેક્ટ માટે જમા કરાવવામાં આવ્યું છે. વિપક્ષે આ અંગેના ઓરિજિનલ પુરાવાઓ હોવાનો દાવો કરી કાયદેસરની એફઆઈઆર (હ્લૈંઇ) દાખલ કરવાની ઉગ્ર માંગ કરી હતી. વિપક્ષે ત્યાં સુધી ચીમકી આપી હતી કે જો તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય, તો ૧૫ દિવસ પછી તેઓ જાતે જ ફોજદારી ફરિયાદ નોંધાવશે. વિપક્ષના આ ઉગ્ર આક્ષેપોનો જવાબ આપતા મનપા કમિશનર શ્રી દવેરાએ જણાવ્યું હતું કે, તપાસ પૂર્ણ થયા પહેલા કોઈ વિસ્તૃત ચર્ચા કરવી યોગ્ય નથી. કર્મચારીએ જે અભિપ્રાય આપ્યો છે તે માત્ર પીએમસી કમિટીના ડીપીઆર પૂરતો સીમિત છે, તે કોઈ ભૌતિક કાર્યને લગતો નથી. આમ છતાં, કયા સંજોગોમાં આ સહી-સિક્કા થયા અને તેમાં કોની ઓથોરિટી હતી, તે તમામ પાસાઓની તપાસ ડેપ્યુટી કમિશનરને સોંપવામાં આવી છે. વિપક્ષની એફઆઈઆર અંગેની ચીમકીના પ્રત્યુત્તરમાં કમિશનર શ્રી દવેરાએ કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું હતું કે, આગામી ૧૫ દિવસમાં તપાસ રિપોર્ટ સભા સમક્ષ મૂકવામાં આવશે. જો તપાસના અંતે આ મામલે નિયમ મુજબ ફોજદારી ગુનો થવાપાત્ર હશે, તો કોઈએ માધ્યમ બનવાની જરૂર નથી, મહાનગરપાલિકા જાતે જ ‘સુઓ મોટો’ દાખલ કરીને કડક કાયદાકીય કાર્યવાહી કરશે. મનપા કમિશનરના આ રોકડા જવાબ બાદ સભાખંડમાં બાંકડા થપથપાવીને સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું.
...........

Comments