Trending News
સ્થાનિક સમાચાર

ખેડુતો-પશુપાલકો માટે કચ્છમાથી કોઈક તો મોઢામાંથી મગ કાઢો..! : કચ્છને નર્મદાજળ ફાળવવા કેમ ચૂપકીદી? રાજકીય મૌન સામે સવાલો.?

01 September



નર્મદા મૈયા ઓગનવાની તૈયારીમાં છે અને તેનું વધારાનું પાણી પણ દરીયામાં વહી જશે, પણ કચ્છને નહી આપવામાં આવે..! તેનું કારણ નબળી રાજકારણીઓની શેના જ છે કે શું? તેમને સમજણ પણ નથી કે કચ્છના ડેમો ખાલી ખમ્મ થઈ રહ્યા છે, તળીયાજાટક થવાની તૈયારીમાં છે આ બાબતે લાગતા વળગતાને ઉચ્ચસ્તરે રજુઆત અને ફરીયાદ કરીએ તેટલી પણ ગતાગમ નથી કે શું? કચ્છના રાજકારણીઓને માત્ર અને માત્ર ખનીજમાં જ રસ છે..!


ડેમોના તળિયા દેખાયા, નર્મદાનું પાણી દરીયામાં વેડફાવાની તૈયારીઃ ધરતીનો તાત તરસ્યો અને કચ્છનું ‘રાજકીય જગત’ નિદ્રાધીન!

નર્મદા સરદાર સરોવર ઓવરફ્લોની તૈયારીઃ નર્મદાનું કરોડો ક્યુસેક પાણી દરિયામાં વેડફાઈ જવાની ભીતિ :  અન્ય જિલ્લાઓમાં કેનાલો મારફતે નર્મદા ડેમમાથી તળાવો ભરાયા, કચ્છ સુધી કેમ ન 
પહોંચ્યું પાણી? રજૂઆતનો અભાવઃ ગાંધીનગરમાં કચ્છના હિત માટે અવાજ ઉઠાવવામાં રાજકીય નેતાઓ નિષ્ફળ : ચૂંટણી સમયે હિતેચ્છુ બનતા નેતાઓ અત્યારે ક્યાં છુપાયા? : વહીવટી તંત્ર અને રાજકીય પ્રતિનિધિઓની નિર્ભર ઉદાીસનતા સામે ભોગગ્રસતોમાં ભારોભાર આંતરીક આક્રોશ : અન્નદાતા પાયમાલ થશે તો આર્થિક ચક્ર ખોરવાશેઃ તાકીદે નર્મદાનું પાણી કચ્છ તરફ ડાયવર્ટ કરવા માંગ


છેવાડાના સરહદી જિલ્લામાં મેઘરાજાની કંજૂસીઃ માત્ર ૧% ના તફાવતથી કચ્છ અતિ અછતગ્રસ્ત ઘોષિત થતાં રહી ગયું : પાક સુકાવાના આરેઃ દેવું કરીને બિયારણ વાવનાર ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી



ગાંધીધામ  : ગુજરાતનો સૌથી મોટો સરહદી જિલ્લો કચ્છ આજે ગંભીર જળસંકટના ઉંબરે આવીને ઊભો છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ મેળવનારા જિલ્લાઓની યાદીમાં કચ્છ બીજા ક્રમે ધકેલાયું છે અને માત્ર ૧ ટકાના ફેરફારથી અતિ અછતગ્રસ્ત વિસ્તાર ઘોષિત થતાં રહી ગયું છે. ચોમાસાની ઋતુ વિતી રહી છે, ખેડૂતોએ દેવું કરીને મોંઘા બિયારણોની વાવણી કરી દીધી છે પરંતુ વરસાદ ગાયબ છે. એકતરફ બળબળતા તાપમાં સીમ-ખેતરો સૂકાઈ રહ્યા છે અને પશુપાલકો-ખેડૂતો પાયમાલીના આરે આવીને ઊભા છે, ત્યારે બીજીતરફ કચ્છના રાજકીય નેતાઓની વૈક્લીપક જળવ્યવસ્થાઓને લઈને દેખાતી નિર્ભર ઉદાીસનતા સામે પ્રબુદ્ધ વર્ગમાં ભારે રોષ વ્યાપી ગયો છે.સ્થિતિ એવી વિરોધાભાસી છે કે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચી ચૂક્યો છે અને ગમે તે ક્ષણે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમ ઓવરફ્લો થશે એટલે કરોડો ક્યુસેક કિંમતી પાણી દરિયામાં વહીને વેડફાઈ જશે. જો વહેલી તકે આ વધારાનું પાણી કેનાલ મારફતે કચ્છ તરફ ડાયવર્ટ કરવામાં આવે, તો કચ્છના સુકાઈ રહેલા જળાશયોમાં નવું જીવન પૂરી શકાય તેમ છે. પરંતુ અફસોસની વાત એ છે કે આ બાબતે રાજ્ય સરકારમાં આંકડાકીય માહિતી સાથે સમયસર રજૂઆત કરવાની કે દરખાસ્ત મોકલવાની તસ્દી પણ કચ્છના કોઈ રાજકીય પ્રતિનિધિએ લીધી હોય તેવુ કયાંય દેખાતુ નથી.પૂર્વ કચ્છમા અંજારનો અતિ મહત્વપૂર્ણ ટપ્પર ડેમ આજે તેની કુલ ક્ષમતાના માંડ ૫૦ ટકા જળસંગ્રહ ધરાવે છે. આ ઉપરાંત અબડાસાનો મીઠી ડેમ, રાપરનો ફતેહગઢ ડેમ અને નખત્રાણાનો નરા ડેમ જેવા વાગડ અને કચ્છના મોટા ડેમોમાં આવકના અભાવે તળિયા દેખાવાની નોબત આવી ગઈ છે. ડેમો ખાલી થઈ રહ્યા છે તે બાબતથી વહીવટી તંત્ર અને નેતાઓ સુપેરે માહિતગાર હોવા છતાં, કોઈ જ નક્કર આયોજન સામે આવ્યું હોય તેમ દેખાતુ નથી. પ્રબુદ્ધ વર્ગ અને ખેડૂત અગ્રણીઓ તીખા સવાલો ઉઠાવી રહ્યા છે કે, જ્યારે ચૂંટાવવાનો સમય આવે છે ત્યારે ખેડૂતો અને માલધારીઓના હિતેચ્છુ બનતા આ નેતાઓ અત્યારે ક્યાં છુપાયા છે? સરહદી જિલ્લાના હિત માટે ગાંધીનગરમાં અવાજ ઉઠાવવાને બદલે રાજકીય જગત મૌન સેવીને કેમ બેઠું છે? જો સમયસર નર્મદાના વધારાના જળથી કચ્છના ખાલી ડેમો ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઘાસચારા અને પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાશે. ધરતીનો તાત જો મુશ્કેલીમાં મુકાશે તો તેની આર્થિક અસર સમગ્ર કચ્છના વેપાર-રોજગાર પર પડવાની છે. હવે સમય ખાલી આશ્વાસનો આપવાનો નથી, પરંતુ લોકપ્રતિનિધિઓએ નિદ્રામાંથી જાગીને પરિણામલક્ષી કામગીરી કરી બતાવવાનો છે.નર્મદા યોજના (સરદાર સરોવર ડેમ) માંથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંચાઈ અને જળાશયો ભરવા માટે સમયાંતરે પાણી છોડવામાં આવે છે. તાજેતરના સમયમાં નર્મદામાંથી છોડવામાં આવેલા
 પાણીની વિગતો અને કચ્છને મળતા પાણી અંગેની વાસ્તવિકતા પણ આ વિગતો પરથી સ્પષ્ટ થઈ શકે તેમ છે. હાલમાં જ નર્મદા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયુ હોય તેની વાત કરીએ તો  મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે કડાણા ડેમ સહિત મહી રિવર સિસ્ટમ અને સંબંધિત કેનાલોમાં નર્મદાનું પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત સુજલામ્‌ સુફલામ્‌ સ્પ્રેડિંગ કેનાલ મારફતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના તળાવો અને જળાશયો ભરવા માટે સુજલામ્‌ સુફલામ્‌ કેનાલ મારફતે મોટા પાયે પાણી છોડવામાં આવ્યું છે.તે સિવાય સૌરાષ્ટ્ર અવતરણ સિંચાઈ યોજના સૌરાષ્ટ્રના આજી, ભાદર, મચ્છુ સહિતના અનેક નાના-મોટા ડેમો અને જળાશયોને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે.તેની સાથોસાથ જ સાબરમતી નદી અને સ્થાનિક કેનાલ નેટવર્ક મારફતે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સાબરમતી નદી તેમજ ખેડા, આણંદ અને ગાંધીનગર જિલ્લાના સિંચાઈ વિસ્તારોમાં કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે. કચ્છને પાણી કેમ ન મળ્યું? મુખ્ય કારણોમાં પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, રાજકીય અને વહીવટી ઉદાસીનતા તેનુ મુખ્ય કારણ કહી શકાય તેમ છે. ચોમાસામાં જ્યારે સરદાર સરોવર ઓવરફ્લો થાય કે તેમાં પૂરતું પાણી હોય ત્યારે નર્મદાનું વધારાનું પાણી દરિયામાં વહી જાય છે. તે પાણીને તાત્કાલિક ધોરણે કચ્છના ટપ્પર, ફતેહગઢ, મીઠી કે નરા જેવા મોટા ડેમો તરફ ડાયવર્ટ કરવા માટે ગાંધીનગર કક્ષાએ સમયસરની મજબૂત રજૂઆત કે તાકીદના પ્લાનિંગનો અભાવ જોવા મળે છે.કેનાલ નેટવર્કમાં પ્રારંભિક તબક્કે પીવાના પાણી ને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. કચ્છમાં જૂન-જુલાઈ દરમિયાન વરસાદ ન પડતાં સિંચાઈ માટેપાણીની માંગ તીવ્ર બની હતી, પરંતુ કેનાલમાં સિંચાઈના પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય મોડો લેવાયો.કચ્છના પ્રબુદ્ધ વર્ગ અને ખેડૂત અગ્રણીઓની માંગ છે કે જે રીતે કડાણા અને સૌરાષ્ટ્રના ડેમો નર્મદાથી ભરવામાં આવે છે, તે જ તર્જ પર કચ્છના તમામ મુખ્ય જળાશયોને પણ નર્મદાના વધારાના જળથી તાત્કાલિક ભરી દેવા જોઈએ.


..........


કચ્છના મુખ્ય ડેમોની સંભવિત સ્થિતી તળીયાજક અવસ્થામાં છે

ગાંધીધામ : કચ્છ જિલ્લાના આ ચારેય મુખ્ય જળાશયોમાં ચોમાસા દરમિયાન પડેલા ઓછા વરસાદને કારણે હાલ પાણીની આવક નહિવત રહી છે અને જળસંપત્તિ વિભાગના રિપોર્ટ મુજબ આ ડેમોની વર્તમાન સ્થિતિ નીચે મુજબ છેઃ *ટપ્પર ડેમ (અંજાર)ઃ કચ્છનો આ સૌથી અગત્યનો ડેમ તેની સંગ્રહ ક્ષમતાના આશરે ૪૫% થી ૫૦% જેટલો જ ભરાયેલો છે (જેમાં મોટાભાગનો જથ્થો અગાઉ પહોંચાડાયેલા નર્મદાના પાણીનો છે). *ફતેહગઢ ડેમ (રાપર)ઃ આ ડેમમાં હાલ માત્ર ૧૫% થી ૨૦% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. *મીઠી ડેમ (અબડાસા)ઃ અબડાસા વિસ્તારનો આ ડેમ આશરે ૨૦% થી ૨૫% જેટલો જ ભરાયેલો છે.*નરા ડેમ (નખત્રાણા)ઃ નખત્રાણાનો નરા ડેમ પણ હાલ ૨૫% થી ૩૦% ની આસપાસ જ ભરાયેલો છે. આ ચારેય મોટા ડેમોમાં સરેરાશ ૭૦% થી ૮૦% જેટલી જગ્યા ખાલી હોવાથી અને તળિયા દેખાવાની નોબત આવતા સમગ્ર કચ્છમાં પાણી અને સિંચાઈનું સંકટ ઘેરાયું છે.આગામી દીવસામેા વરસાદ નહી પડે તો સ્થિતી વધુ બગડી શકે તેમ કહેવુ વધારે પડતુ નહી કહેવાય.


..........


કોણે રજૂઆત કરવી જોઈએ? (કચ્છના પદાધિકારીઓ)

*કચ્છના તમામ ૬ ધારાસભ્યોઃ (અંજાર, રાપર, અબડાસા, ભુજ, માંડવી અને ગાંધીધામ) પોતાના વિસ્તારના મુખ્ય ડેમો (જેવા કે ટપ્પર, ફતેહગઢ, મીઠી, નરા, લખપત) ને નર્મદાના પાણીથી ભરવા તાકીદની માંગ કરવી.*કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ અને કારોબારી અધ્યક્ષઃ ગ્રામીણ વિસ્તારો, માલધારીઓ અને પશુપાલકો માટે ઘાસચારા અને પીવાના પાણીની વ્યવસ્થા માટે રજૂઆત કરવી.*જિલ્લાના પ્રભારી મંત્રીઃ કચ્છ જિલ્લાનો હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી મારફતે સીધી કેબિનેટમાં બાબત મૂકવી.

.........

કોને અને ક્યાં રજૂઆત કરવી જોઈએ? (ઉચ્ચ સત્તાધીશો)

*મુખ્યમંત્રીશ્રી (ઝ્રર્સ્ં - ગુજરાત રાજ્ય)ઃ રાજ્યના વડા તરીકે કટોકટીના સમયે નર્મદાનું પાણી ડાયવર્ટ કરવાનો આખરી નિર્ણય લખાણ અને મંજૂરી આપવાની સત્તા તેમની પાસે છે.*જળસંપત્તિ અને સિંચાઈ મંત્રીઃ કેનાલ નેટવર્ક મારફતે 
પાણી છોડવાના ટેકનિકલ આદેશો આપવા માટે. *નર્મદા અને કલ્પસર વિભાગના અગ્ર સચિવ / સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સ્ડ્ઢ :* નર્મદાની મુખ્ય કેનાલમાંથી કચ્છ શાખા કેનાલમાં પાણીનો જથ્થો (ક્યુસેક) વધારવા અને પમ્પિંગ કેપેસિટી પૂર્ણ ક્ષમતાથી ચાલુ કરાવવા માટે.

.........

કઈ કઈ ચોક્કસ રજૂઆતો કરવી જોઈએ?

ગાંધીધામ :  નર્મદાનું વધારાનું પાણી દરિયામાં વહી જાય તે પહેલાં તેને કચ્છની મુખ્ય કેનાલ અને સબ-કેનાલો મારફતે ટપ્પર, ફતેહગઢ, મીઠી અને નરા જેવા ડેમોમાં ભરવાની દરખાસ્ત રજૂ કરવી. *ઇમરજન્સી વોટર એલોકેશનઃ ચોમાસું નિષ્ફળ જવાના આંકડા રજૂ કરીને કચ્છને ‘સ્પેશિયલ ડિરેક્શન’ હેઠળ સિંચાઈ અને જળાશયો ભરવા માટે વિશેષ પાણીનો જથ્થો ફાળવવો.*શાખા કેનાલોનું કામ ઝડપી બનાવવુંઃ જે વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુટરી નેટવર્ક બાકી છે ત્યાં ટેમ્પરરી પાઇપલાઇન કે ફીડર કેનાલ મારફતે ડેમો સુધી પાણી પહોંચાડવાનું આયોજન કરવું.

........

Comments

COMMENT / REPLY FROM