Trending News
ક્રાઈમ

શિકારપુરથી ૧૭ વર્ષની સગીરાનું લાલચ આપી અપહરણ

01 September



બાયડના યુવક સામે ગુનો નોંધાયો

ગાંધીધામ :ભચાઉ તાલુકાના શિકારપુર ગામેથી ૧૭ વર્ષની સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જવા અંગે સામખીયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.“બનાવની વિગત મુજબ, શિકારપુર ગામે રહેતી ૧૭ વર્ષ અને ૨૯ દિવસની સગીરાને આરોપી રાહુલ ઉર્ફે કાળીયો જગદીશભાઈ ઝાલા (રહે. બાયડ, જી. અરવલ્લી) લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને પોતાના કબ્જામાંથી ભગાડી ગયો હતો. પરિવારજનોની શોધખોળ બાદ સગીરા ન મળી આવતાં આખરે સામખીયાળી પોલીસ મથકમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી રાહુલ ઝાલા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી સગીરા તથા આરોપીની શોધખોળ શરૂ કરી છે.


...........

Comments

COMMENT / REPLY FROM