બાલાસરમાંથી નશાના કારોબારનો પર્દાફાશ
૩૪૭ ગ્રામ અફીણ તથા ૧.૪૮૬ કિલો પોષડોડા સહિત રૂ.૧,૯૭,૨૯૦નો મુદ્દામાલ કબજે : દેવાભાઈ ચવાણ પકડવાનો બાકી
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના સેવન, વેચાણ, હેરફેર અને વેપાર જેવી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ‘ર્દ્ગં ડ્ઢઇેંય્જી ૈંદ્ગ ઈછજી્ દ્ભેં્ઝ્રૐ ઝ્રછસ્ઁછૈંય્દ્ગ’ અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ-ગાંધીધામના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના ગુનાઓ શોધી કાઢવા અને તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને શ્રી સાગર સાંબડા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, ભચાઉ વિભાગ, ભચાઉના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.આર. ગઢવી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, બાલાસર પોલીસ સ્ટેશનના વડપણ હેઠળ બાલાસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જેમાં શ્રી આર.એલ. ખટાણા, પોલીસ ઈન્સ્પેક્ટર, રાપર પોલીસ સ્ટેશન, શ્રી સુમતીભાઈ પુનાભાઈ પરમાર, એ.એસ.આઈ., શ્રી ભાણજીભાઈ રામભાઈ પ્રજાપતી, પોલીસ હેડ કોન્સ્ટેબલ, શ્રી ગોકળભાઈ ભગવાનજી પટેલ, પોલીસ કોન્સ્ટેબલ, શ્રી કિરણભાઈ ભરતભાઈ તરાલ, પોલીસ કોન્સ્ટેબલ, શ્રી બાબુભાઈ હાજાભાઈ કાલોત્રા, પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા શ્રીમતી ચેતનાબેન દિનેશભાઈ વાળા, વુમન પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા.
આ દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, ડાનાભાઈ હિરાભાઈ ચવાણ (રજપુત) તથા દેવભાઈ હિરાભાઈ ચવાણ (રજપુત), બંને રહે. ખીમાણીવાસ, બાલાસર, તા. રાપર, કચ્છ, પોતાના ઘરે અફીણ તેમજ પોષડોડાનું વેચાણ કરી રહ્યા છે અને હાલ વેચાણ ચાલુ છે. મળેલ ચોક્કસ બાતમીના આધારે શ્રી ડી.આર. ગઢવી પો.સબ.ઈન્સ.ના વડપણ હેઠળ ઉપરોક્ત પોલીસ સ્ટાફ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી સરકારી પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઈડ કરવામાં આવી હતી.
રેઈડ દરમિયાન બાતમીવાળી જગ્યાએ એક ઇસમ હાજર મળી આવતા તેનું તથા તેના કબજા-ભોગવટાના રહેણાક મકાનની પંચો રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રહેણાક મકાનમાંથી ગેરકાયદેસર અફીણ તથા પોષડોડાનો જથ્થો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે ઝડપેલા આરોપીની ઓળખ કાનજીભાઈ હિરાભાઈ ચવાણ (રજપુત), ઉંમર ૪૮ વર્ષ, રહે. ખીમાણીવાસ, બાલાસર, તા. રાપર, કચ્છ તરીકે થઈ છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા દેવભાઈ હિરાભાઈ ચવાણ (રજપુત), રહે. ખીમાણીવાસ, બાલાસર, તા. રાપર, કચ્છને પકડવાનો બાકી છે. પોલીસે સ્થળ પરથી અફીણ ૩૪૭ ગ્રામ, કિંમત રૂ.૧,૭૩,૫૦૦/- તથા પોષડોડા ૧.૪૮૬ કિલોગ્રામ, કિંમત રૂ.૨૨,૨૮૦/-, ઉપરાંત વજન કાંટો કિંમત રૂ.૫૦૦/-, એક આધાર કાર્ડ તથા મકાન વેરા અને લાઈટ બિલ તેમજ આઇટેલ કંપનીનો સાદો કીપેડવાળો મોબાઈલ ફોન કિંમત રૂ.૧,૦૦૦/- મળી કુલ રૂ.૧,૯૭,૨૯૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે કાનજીભાઈ હિરાભાઈ ચવાણ તથા દેવભાઈ હિરાભાઈ ચવાણ વિરુદ્ધ દ્ગડ્ઢઁજી છષ્ઠં-૧૯૮૫ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ પકડવાના બાકી આરોપી દેવાભાઈ ચવાણને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. શ્રી આર.એલ. ખટાણા, પો.સબ.ઈન્સ. શ્રી ડી.આર. ગઢવી, એ.એસ.આઈ. શ્રી સુમતીભાઈ પુનાભાઈ પરમાર, પો.હેડ.કોન્સ. શ્રી ભાણજીભાઈ રામભાઈ પ્રજાપતી, પો.કોન્સ. શ્રી ગોકળભાઈ ભગવાનજી પટેલ, પો.કોન્સ. શ્રી કિરણભાઈ ભરતભાઈ તરાલ, પો.હેડ.કોન્સ. શ્રી બાબુભાઈ હાજાભાઈ કાલોત્રા તથા વુ.પો.કોન્સ. શ્રીમતી ચેતનાબેન દિનેશભાઈ વાળા દ્વારા કરવામાં આવી હતી.

Comments