મહેસાણાના કુખ્યાત ભાવેશ જીલીયા ફાયરીંગકાંડનો રેલો કચ્છ ભણીઃગાંધીધામથી ગેરકાયદે હથિયાર સપ્લાય કરનાર શખ્સ કોણ?
ગાંધીધામ : મહેસાણાના કુખ્યાત ભાવેશ ઝીલીયા પર થયેલા ફાયરિંગ કાંડમાં એક નવો વળાંક આવ્યો છે, જેનો રેલો પૂર્વ કચ્છના ગાંધીધામ સુધી ફંટાયો છે. ફાયરિંગની ઘટના બાદ ભાવેશ ઝીલીયાની ફોર્ચ્યુનર કારમાંથી જ ગેરકાયદેસર રિવોલ્વર, છ જીવતા કારતૂસ અને છરો મળી આવતા પોલીસે તેની સામે પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની સહિત ત્રણ ઇસમોની અટકાયત કરી છે.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ થતા સ્કોર્પિયો ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ભાવેશ તેની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કારને ૨ થી ૩ કિલોમીટર સુધી હંકારીને પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે, પોલીસે તેની કારના ડેશબોર્ડની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર રિવોલ્વર અને હથિયારો મળી આવ્યા હતા.
સઘન પૂછપરછમાં ખુલાસો થયો છે કે, ભાવેશે આ ગેરકાયદેસર રિવોલ્વર ગાંધીધામના એક શખ્સ પાસેથી રૂ. ૪૦,૦૦૦ માં ખરીદી હતી. પોલીસે રિવોલ્વર, છ જીવતા કારતૂસ, છરો, મોબાઈલ અને ફોચ્યુનર કાર મળી કુલ રૂ. ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંધીધામથી ગેરકાયદે હથિયાર સપ્લાય કરનાર શખ્સ કોણ છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, હુમલાનો ભોગ બનેલો ભાવેશ ઝીલીયા અગાઉ પણ અનેક ગંભીર વિવાદોમાં સંડોવાયેલો રહ્યો છે. તેના નામ પર અગાઉ ૨૦ કરતા વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ભાવેશ હત્યાના પ્રયાસ અને ખંડણી જેવા ગંભીર અપરાધોમાં અગાઉ જેલની હવા પણ ખા ચુક્યો છે. આ ઉપરાંત, તાજેતરમાં જ માર્ચ ૨૦૨૬ માં ઝીલિયા ગામમાં મંદિર વિવાદને લઈને મોટી અથડામણ થઈ હતી, જેમાં ગૌચરની જમીન પર ગેરકાયદેસર આલીશાન ફાર્મહાઉસ બનાવી દેવાના મુદ્દે તે ચર્ચામાં આવ્યો હતો. હાલ પોલીસ આ જૂની અદાવત કે અન્ય કોઈ કારણસર આ હુમલો થયો છે કે કેમ તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.
ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ ઝીલીયા પર થયેલા હુમલાના મામલામાં મોટો વળાંક આવ્યો છે, જેમાં પોલીસે ખુદ ભાવેશ ઝીલીયા વિરુદ્ધ જ ગેરકાયદેસર હથિયાર રાખવા અંગે ગુનો નોંધીને તેની સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા છે. પોલીસે નંબર પ્લેટ વગરની તેની ફોર્ચ્યુનર કારના ડેશબોર્ડમાંથી તપાસ દરમિયાન ગેરકાયદેસર રિવોલ્વર, છ જીવતા કારતૂસ અને એક છરો જપ્ત કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં આ રિવોલ્વર ગાંધીધામના એક શખ્સ પાસેથી ચાલીસ હજાર રૂપિયામાં ખરીદી હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે હથિયાર ધારા હેઠળ ગુનો નોંધીને કાર અને હથિયારો સહિત કુલ અગિયાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની સઘન તપાસ હાથ ધરી છે. હવે આગામી દીવસોમા આ કેસમાં ગાંધીધામમા પણ ગેરહાયદેર હથિયાર સપ્લાયને લઈને પણ નવા ખુલાસા થવાની સંભાવનાઓ સેવાય છે.
................
કચ્છમાં ગેરકાયદેસર હથિયારોનું નેટવર્ક ક્યાં સુધી? તંત્ર સામે ઊભા થતા તીખા પ્રશ્નો
ગાંધીધામ : મહેસાણામાં ભાવેશ જીલીયા ફાયરીંગ પ્રકરણનું હથીયાર ગાંધીધામથી સપ્લાય થયાનુ ખુલ્યુ છે પોલીસ ચોપડે સત્તાવાર રીતે ત્યારે સવાલ થાય છે કે, કચ્છમાં આ રીતે ગેરકાયદેસર હથિયાર હેરાફેેરીનું નેટવર્ક કયા સુધી ફેલાયલુ છે? આ ઉપરાંત પણ વિવિધ સવાલો ઉભા થવા પામી રહ્યા છે. ગાંધીધામ ગેરકાયદે હથિયારોનું હબ બન્યું? છે કે શું?઼ મહેસાણાના કુખ્યાત શખ્સને રૂ. ૪૦,૦૦૦ માં રિવોલ્વર ગાંધીધામથી મળી, તો આવા કેટલાય હથિયારો પૂર્વ કચ્છમાં સપ્લાય થયા હશે? ઼ હથિયાર સપ્લાયર મુખ્ય સૂત્રધાર કોણ?઼ ગાંધીધામમાં ભાવેશ ઝીલીયાને રિવોલ્વર વેચનાર સ્થાનિક શખ્સ કોણ છે અને તેની પાછળ કઈ ગેંગ કામ કરી રહી છે? ઼સરહદી જિલ્લામાં ગેરકાયદે હથિયારો ઘૂસ્યા કઈ રીતે? રાજ્ય બહારથી કે અન્ય જિલ્લાઓમાંથી કચ્છમાં ગેરકાયદેસર રિવોલ્વર અને કારતૂસ પહોંચાડતું આંતરરાજ્ય નેટવર્ક સક્રિય છે? ઼઼ ચેકપોસ્ટ અને પોઇન્ટ્સ પર ચેકિંગ કેમ નિષ્ફળ?નંબર પ્લેટ વગરની કારમાં ગેરકાયદે હથિયારો અને કારતૂસ સાથે ગુનેગારો મુક્તપણે ફરી રહ્યા છે, તો પોલીસનું સઘન ચેકિંગ ક્યાં છે? ઼કચ્છમાં અન્ય કયા અસામાજિક તત્વો પાસે આવા હથિયારો છે?઼ ઝીલીયા કાંડથી માત્ર એક હથિયાર પકડાયું, પરંતુ કચ્છના ઔદ્યોગિક વિસ્તારોમાં આવા કેટલા ગેરકાયદેસર હથિયારોનો છૂપો જથ્થો મોજૂદ છે? ઼

Comments