Trending News
શિક્ષણ સમાચાર

રોબોફેસ્ટ ગુજરાત ૬.૦નું ભવ્ય લોન્ચિંગ : રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે વિદ્યાર્થીઓને મળશે માર્ગદર્શન

16 July


ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત રોબોફેસ્ટ ગુજરાત ૬.૦નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ વર્ષની સ્પર્ધાની થીમ એઆઈ- પાવર્ડ રોબોટિક્સ ઇનોવેશન ચેલેન્જ રાખવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓમાં રોબોટિકસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇનોવેશન પ્રત્યે રસ વધારવાનો છે.
આ સંદર્ભમાં રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓને સ્પર્ધાના નિયમો, પ્રોજેકટ ડિઝાઈન રોબોટ નિર્માણ તથા ટેક્નિકલ માર્ગદર્શન આપવામાં આવશે તેમજ રોબોટિકસ અંગે વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુથી વિવિધ રોબોટ્‌સનું નિદર્શન તેમજ વર્કશોપ પણ યોજવામાં આવશે. આ તકનો લાભ લેવા તથા વધુ માહિતી મેળવવા મોબાઇલ નંબર ૭૦૪૩૯ ૨૪૬૦૫ પર સંપર્ક કરવા જણાવાયું છે.
-----

Comments

COMMENT / REPLY FROM