Trending News
રમત જગત

ભુજમાં રમાતી સાંસદ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા ઉમટતા લોકો

22 May



ભુજ - કચ્છઉદય : શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - ૪ના ૧૮માં દિવસે જ્યુબિલી ગાઉન્ડ અને ૧૬માં દિવસે મીરઝાપર ખાતે મેચો રમાઈ રહી હતી. કચ્છના સાંસદે જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ૪૦૦થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ - મોરબી માળીયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા રહી છે.
આ સાથે ૧૮મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “એન્જીલા ઇલેવન” અને ”રોયલ પીઓપી ઇલેવન” વચ્ચે રમાઇ હતી, જેમાં “એન્જીલા ઇલેવન” ની ટીમ વિજેતા થઈ હતી. બીજી મેચ “અરબુદા ઇલેવન” અને “એ ડીવીઝન ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી, જેમાં અરબુદા ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “માં ઇલેવન નખત્રાણા” અને “કાડીયોધ્રો બી ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી, જેમાં “માં ઇલેવન નખત્રાણા” ની જીત થઈ હતી. ચોથી મેચ “નુર નોડે ઇલેવન” અને “નવાઝ ઇલેવન અંજાર” વચ્ચે રમાઇ હતી, જેમાં “નુર નોડે ઇલેવન” ની જીત થઈ હતી. પાંચમી મેચ “નાગરાજ ઇલેવન માધાપર” અને “મોરનીંગ ઇલેવન ગઢશીશા” વચ્ચે રમાઇ હતી, જેમાં “નાગરાજ ઇલેવન માધાપરની ટીમ વિજેતા થઈ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન જુરી કમિટીના સભ્યો હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપતા રહે છે. 
------

Comments

COMMENT / REPLY FROM