ગાંધીધામના વોર્ડ નં.૮ના બારાતુ સીંગીયા નેતાની બકરી ડબ્બાને પુછડી બહાર : ચૂંટણી પહેલા હાર
યે પબ્લીક હે..સબ જાનતી હે..પબ્લીક હે..!
ભાજપને માટે સારા અને ઉજળા ચિત્ર સમાન ગાંધીધામ મહાનગરપાલીકામાં આ બારાતુ સીંગીયા નેતા થકી સમગ્ર વોર્ડમાં મોટા ગાબડા પડવાની સામે આવી ગઈ દહેશત : વોર્ડ ૮માં એક ઉમેદવાર હારેલો, એક બારાતુ સીંગીયો નેતા ૧પ૦ એકર જમીન યુપીની મુકીને આઠમાં વોર્ડની સેવા કરવા દોડી આવ્યો, એક પેરાસુટ હોવાથી આંતરીક રીતે મતદારોમાં ભારોભાર આક્રોશની છે સ્થિતી સેકટર ૧-ર-૩-૪ના મતદારોના મતો લેવા તો ભાજપ માટે બની ગયા છે લોઢાનાચણા ચાવવા સમાન સ્થીતીવાળા : સામેપક્ષે કોંગ્રેસમાં ઉજળીયાત ચહેરો, સુવર્ણ વર્ગમાથી પ્રતિનિધિત્વ, વ્યવસાયે વકીલ-શહેરના રાજકારણમાં પ્રજાનો બુલંદ અવાજ બનતા રહેલા પીઢ-યુવા ચહેરાઓને મળી રહ્યો છે ભારોભાર આવકાર
આ બારાતુ સીંગીયો નેતા નેતી સાથેના સારા-સજજન-પ્રતિષ્ઠીત-લોકસેવક સમાન અન્ય ઉમેદવારનો પણ લેશે ભોગ : જાગો અને સમજો કોણ કેટલા ઉપયોગી છે, અઢીવર્ષ ચેરમેન બન્યા પછી તેને પોતથાના મતવિસ્તારનું કેવું અને કેટલું ભલું કર્યુ છે?
સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારનો ત્રણ પેઢીનો પ્રજા સાથે નાતો ધરાવી રહ્યા છે : જોષી પરીવારની સેવાભાવનાને સમગ્ર વોર્ડવિસ્તારમાથી મળી રહયો છે ઉમળકાભેર આગોતરો આવકાર
પોતાને ખાનદાની તથા નિષ્પક્ષ ગણાવતા બારાતું સીંગીયા નેતાના એફિડેવીટ-સોગંદનામાની તપાસની મતદારો કરી રહ્યા છે માંગ : જો તેની ક્રોસ તપાસ કરવામા આવશે તો આ બારાતુ સીંગીયો નેતા ગેરલાયક ઠરવાની સેવાય છે ભીતી :
૧પ૦ એકર જમીન જો તેના નામે યુપીમાં બોલે છે તો શું આ બારાતુ સીંગીયા નેતાએ સોગંદનામામા આ ૧પ૦ એકર જમીન દેખાડી છે ખરી?
આ વોર્ડમાં સ્થાનિકે મતોની મોટી સંખ્યા ધરાવનારા સમુદાયની ટીકિટ કપાઈ છે, એટલે ઘર ફુટે ઘર જાયવાળો રોષ પણ આ બારતુ સીગીયા નેતા પર જ ફુટશે : પક્ષમાં વરસોથી સનિષ્ઠતા સાથે સમર્થન આપનારા સ્થાનિક વર્ગ અને સમુદાયને અવગણી બારાતુ સીંગીયા નેતા જેવાઓને મેદાનમાં ઉતારતા ખુલીને કદાચ કોઈબહાર નથી આવતા પરંતુ મતદાન વખતે ચોકકસથી ભજવશે મોટી ભુમિકા
ગાંધીધામ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો જંગ મંડાઈ ગયો છે. ભાજપ દ્વારા ઠેર ઠેર બિનહરીફ બેઠકો કરી અને સમરસતા તથા એકતરફ જીતના વીશ્વાસ ઉભા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. કચ્છમાં પણ પ્રથમ જ વખત ગાંધીધામ મહાનગરપાલીકામાં ચૂંટણી યોજાઈ રહી છે અને આ મહાનગરપાલીકાના ૧૩ વોર્ડની પર બેઠકો પર ચૂંટણી જંગ મંડાયો છે જેમાં ભાજપના ધારાસભ્ય, અને જિલ્લા કક્ષાની ટીમ સહિતનાઓની વિકાસ કાર્યશૈલી થકી સારૂ અને ઉજળું ચિત્ર ઉભુ થતુ જોવા મળી રહ્યુ છે. આ મહાનગરપાલીકામાં સર્વત્ર ભગવો લહેરાય તેવી સંભાવનાઓની સોનાની થાડીમાં લોઢાનો મેખ સમાન સ્થિતી વોર્ડ ૮ના બારાતુ સીંગીયા નેતા થકી ઉભી થવા પામી ગઈ હોવાનું રાજકીય તજજ્ઞો જોઈ રહ્યા છે. ગાંધીધામના વોર્ડન.૮ના બારાતુ સીંગીયા નેતાની બકરી આમ તો હવે ચૂંટણી પહેલા જ ડબ્બામાંઆવી ગયેલી જોવા મળી આવી રહી છે.
રાજકીય તજજ્ઞોમા થતી ચર્ચાઓની જો વાત કરીએ તો વોર્ડ ન. ૮માં આ બારાતુ ઉમેદવારને માટે ચૂંટણી પહેલા જ હારનું ચીત્ર સામે આવવા પામી ગયું છે. ફુટી ગયેલા લવીંગીયા સમાન આ બારાતુ નેતા મતની ભીખ માંગવા તો ઈસ્ત્રી ટાઈટ ઝભ્ભા લેગા ચડાવી, ગોગલ્લ પહેરી, અત્તર-બત્તરી છાંટીને નીકળી પડયા હતા પરંતુ અહીના સપનાગનરના જાગૃત રહેવાસીઓએ તેને એવો અરીસો દેખાડી દીધો કે ચપ્પલ ઉતારીને તેને ભાગવાની નાબેત આવી હોવાની ઘટના સમગ્ર સંકુલમાં હોટટોપીક બની ગઈ છે. ખુદ આ બારાતુ સીંગીયા નેતાની સામે આંતરીક રીતે કેટલો જનાક્રેાશ ભભુકી રહ્યો છે તે જોઈ ચુકયો હોવાથી હવે તેની હાલત બકરી ડબ્બામાં અને પુછડી બહારની જ થવા પમાી ગઈ હોવાનુું દર્શાય છે. સપનાનગરમાં તેની જે હાલત થઈ છે તે જ અવસ્થાઓ અન્ય વિસ્તારોમાં પણ કરવા લોકો તૈયાર જ બેઠા છે. ભ્રષ્ટાચાર, ગેરરીતીઓ, મારૂ શું મારૂશું સિવાય આ બારાતુ સીંગીયા નેતાએ બીજું કંઈ જ કર્યુ જ નથી. વોર્ડમાં કયારે અગાઉ ડોકાયો જ નથી અને વરસાદી મેંઢકની જેમ ચૂંટણીઓ ટાણે ટિકિટો લઈ ફરી ફરીને મલાઈ ઓળવવા નીકળી પડયો છે. જાણકારો કહી રહ્યા છે કે, જો આ બારાતુ સીંગીયા નેતા ખુલ્લીને સોશ્યલ મીડીયા પર કહેતો ફરી રહ્યો છે કે, મારી યુપીમાં ૧પ૦ એકર જમીન છે, હું કંપનીમાં પાંચ લાખનો પગાર ધરાવતો હતો તે છોડીને આવ્યો છુ, તો શુ તેને એફીડેવીટમાં પોતાની સંપત્તીઓની સાચો ચિત્તાર આપ્યો છે ખરો? જોવાની ચકસવાની જરૂર છે. જો માહીતીઓ આ બારાતુ સીંગીયા નેતાએ છુપાવી હોય તો તેની સામે પગલા લેવાય એટલે તે ગેરલાયક ઠરી શકે તેમ પણ કહેવાઈ રહ્યુ છે. મતદારો જે રીતે આ બારાતુ સીંગીયા નેતાને જાકારો આપી રહ્યા છે, જોડાનો હાર પહેરાવી સન્માન કરવા આતુર છે, તે જોતા હવે ચૂંટણી પહેલા જ પોતાની હાર આ બારાતુ સીંગીયો નેતા ભાળી ચુકયો હોવાનુ દર્શાય છે. એકતરફ ફુટી ગયેલો લવીંગીયા સમાન આ બારાતુ સીંગીયો નેતા છે જયારે સામે પક્ષ કોંગ્રેસમાથી પ્રજાજનોમાં સારી છબી ધરાવતા યુવા-પીઢ અને હમેશા પ્રજાના પડખે રહેતા, પ્રજાના સવાલોને રાજકોટ મ્યુ.કમિશ્નર તથા સરકાર તબક્કે સતત ગજવતા રહેતા જાગૃત ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તે વચ્ચે આ બારાતુ સીંગીયા નેતા થકી એમ પણ કહેવાય છે કે તેના અન્ય સાથે ઉભેલાઓને પણ મતોમાં નુકસાની વેઠવાનો વારો આવી શકે તેમ છે. આ બારારતુ સીંગીયાના જ ચૂંટણી મતદાન પહેલા જ પરસેવો-પરસેવો થઈ જવા પામ્યો છે, તેના કપાળે હારની કરચલીઓ અત્યારેથી જ પડેલી જોવાઈ રહી છે. બીજીતરફ આખીય નગરપાલીકા ભાજપ માટે સારૂ ચિત્ર હોવા ઉપરંત આ બારાતુ સીંગીયા નેતા થકી નુકસાની વેઠવાનો વારો આવતો હોવાનુ જાણેલા પક્ષના રણનીતીકારોનો ગુસ્સો પણ હવે બારાતુ સીંગીયા નેતા તરફ ફુટતો હોવાનુ જોવાઈ રહ્યું છે.
પ્રજા જાગૃત છે, આઠમાં વોર્ડના લોકો હવે સમજી ચુકયા છે, મૌનને અત્યારે હથીયાર બનાવી અને મતદાન વખતે બારાતુ સીંગીયા નેતા જેવાઓને તેનું સ્થાન દેખાડવાનુ મન બનાવી ચુકી હોવાનો વર્તારો દર્શાય છે.
............

Comments