Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના વોર્ડ નં.૮ ના સપનાનગરમાં ‘‘બારાતું સિંગીયા નેતા’’ની પોલ ખુલી

19 April


યે પબ્લિક હૈ સબ જાનતી હૈ



મતદારોના રોષ સામે ચપ્પલ મૂકીને ‘‘બારાતું સિંગીયા નેતા’’ને ભાગવાનો વારો આવ્યો


લાખો રૂપિયાનો પગાર છોડીને માત્ર જનસેવા કરવા આવ્યા હોવાના મોટા-મોટા બણગાં ફૂંકતા બારાતું સિંગીયા નેતાને ગઈકાલે સ્થાનિક પ્રજાએ તેમની અસલી ઓકાત બતાવી દીધી

સેવાના ઓઠા હેઠળ રાજકારણમાં પગપેસારો કરવા માંગતા બારાતું સિંગીયા નેતાનો ‘સેવાભાવી’ પરપોટો હવે ફૂટી ગયો 



ગાંધીધામઃ “યે પબ્લિક હૈ સબ જાનતી હૈ” એ ઉક્તિ ગાંધીધામના વોર્ડ નંબર ૦૮ના સપના નગર વિસ્તારમાં ગઈકાલે સાચા અર્થમાં સાર્થક થતી જોવા મળી હતી. પોતાની પાસે યુપીમાં ૧૫૦ એકરથી વધુ ખેતીની જમીન હોવાના અને લાખો રૂપિયાનો પગાર છોડીને માત્ર જનસેવા કરવા આવ્યા હોવાના મોટા-મોટા બણગાં ફૂંકતા એક કહેવાતા નેતાજીને ગઈકાલે સ્થાનિક પ્રજાએ તેમની અસલી ઓકાત બતાવી દીધી હતી. ઉત્તર પ્રદેશથી અહીં આવીને મોટી વાતો કરનારા આ બારાતું સિંગીયા નેતા જ્યારે સપના નગરમાં મત માંગવા પહોંચ્યા ત્યારે જાગૃત મતદારોએ તેમનો ઉગ્ર વિરોધ કરી એવો તે પરસેવો લાવી દીધો હતો કે આ ‘બની બેઠેલા’ બારાતું સિંગીયા નેતાને પોતાના ચપ્પલ પણ સ્થળ પર મૂકીને ઊંધી પૂછડીએ નાસી છૂટવાની નોબત આવી હોવાની ચર્ચાએ આખા સંકુલમાં જોર પકડ્યું છે.વારસાગત રીતે પૈસાદાર હોવાનો દાવો કરનારા આ ઉમેદવાર સતત એવું રટણ કરી રહ્યા હતા કે તેઓ રાજકારણમાં મલાઈ ખાવા નહીં પણ લોકોની સેવા કરવા આવ્યા છે, પરંતુ સપના નગરના લોકોએ ગઈકાલે તેમને આકરો અરીસો બતાવતા કહી દીધું હતું કે, ગાંધીધામમાં સેવા કરનારા સ્થાનિકોની કોઈ કમી નથી, તો પછી યુપીથી આવીને અહીં સેવાના નામે નાટક કરવાની કોઈ જરૂર નથી. જે નેતાને ક્યારેય વોર્ડના લોકોએ જોયા નથી, જે ક્યારેય લોકોના પ્રશ્નોમાં ડોકાયા નથી, તેવા નેતા સામે લોકોએ બરાબરની ઘેરાબંધી કરી હતી. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે મતદારો હવે લોભામણી વાતો કે ખોટા દેખાવમાં આવવાના નથી. સપના નગરના લોકોએ જે જાગૃતિ બતાવી છે, તેવી જ સ્થિતિ હવે આ વોર્ડના અન્ય વિસ્તારો જેવા કે સેક્ટર ૧, ૨, ૩ અને ૪ માં પણ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સેવાના ઓઠા હેઠળ રાજકારણમાં પગપેસારો કરવા માંગતા બારાતું સિંગીયા નેતાનો ‘સેવાભાવી’ પરપોટો હવે ફૂટી ગયો છે અને આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાંથી પણ તેમને ખદેડી મૂકવામાં આવે તેવો માહોલ ગરમાયો છે.


.......



ગાંધીધામમાં બારાતું સિંગીયા નેતાનો અસલી ચહેરો બેનકાબ : બ્લેકમેલિંગના ખોટા આરોપ લગાવનારા તકસાધુ નેતાને પ્રજાએ અરીસો દેખાડ્યો

ગાંધીધામ : ગાંધીધામના રાજકીય ફલક પર જનસેવાના ઓઠા હેઠળ ભ્રષ્ટાચાર અને ઠગાઈની હાટડી ખોલીને બેઠેલા એક બારાતું સિંગીયા નેતાની હાલત અત્યારે ‘ઉલટા ચોર કોટવાલ કો દાંટે’ જેવી થઈ છે. જે બારાતું સિંગીયા નેતા વર્ષોથી સત્તાના નશામાં ચૂર થઈને જનતાને છેતરતા આવ્યા છે, તેઓ આજે પોતાની પાપલીલા છુપાવવા માટે પ્રતિષ્ઠિત અખબારો અને મીડિયા પર બ્લેકમેલિંગના પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે. પરંતુ આ તકસાધુ બારાતું સિંગીયા નેતાએ સમજવું જોઈએ કે અન્યની સામે આંગળી ચીંધતા પહેલા ખુદ અરીસામાં જોવાની જરૂર છે. શું ત્રણ દાયકાથી વધુ સમય સુધી પ્રજાના હૃદયમાં સ્થાન ધરાવતું અને નીડરતાથી સત્ય રજૂ કરતું અખબાર ક્યારેય બ્લેકમેલિંગના જોરે ટકી શકે? કડક, તટસ્થ અને સચોટ સમાચાર આપવા એ જ એક મજબૂત અખબારની ઓળખ હોય છે અને આ જ ઓળખથી ફફડી ઉઠેલા બારાતું સિંગીયા નેતા હવે પોતાની હલકટ વૃત્તિ પર ઉતરી આવ્યા છે.
ઠગ ભગત અને લેભાગુ જેવી છાપ ધરાવતા આ બારાતું સિંગીયા નેતાએ ક્યારેય કોઈને ‘કોરું ફળિયું’ પણ આપ્યું છે ખરું? જે માણસે જિંદગીમાં ક્યારેય કોઈને નિઃસ્વાર્થ ભાવે મફતની ચા પીવડાવવાની પણ ઓફર ન કરી હોય, તે આજે જનસેવાની મોટી મોટી વાતો કરી રહ્યો છે એ હાસ્યાસ્પદ છે. મજબૂત અખબારના નામે પોતાનું નામ ચગાવવાની કોશિશ કરનારા આ નફટ બારાતું સિંગીયા નેતાના કાળા કરતૂતોની હજુ તો આ શરૂઆત જ છે. સપના નગરમાં પ્રજાએ આપેલો પરચો એ માત્ર એક ટ્રેલર હતું. આગામી દિવસોમાં આ બારાતું સિંગીયા નેતાએ આચરેલા કૌભાંડોની આખી વણઝાર એક પછી એક બહાર આવવાની છે. હાલમાં તો જનતા માત્ર સંબંધિત વિસ્તારોમાં તેમની ઘેરાબંધી કરી રહી છે, પરંતુ જેમ જેમ આ બારાતું સિંગીયા નેતાના ભ્રષ્ટાચારના પુરાવાઓ સાર્વજનિક થશે, ત્યારે પ્રજાની જાગૃતિ એટલી હદે વકરી શકે છે કે આ બની બેઠેલા નેતાના મોઢે કાળી મેશ ચોપડીને તેમને વધુ વખત ખુલ્લા પાડવામાં આવે તો પણ નવાઈ નહીં હોય. સત્ય ક્યારેય દબાતું નથી અને પ્રજાની અદાલતમાં હવે આ ઠગ નેતાજીનો હિસાબ થવાનો સમય પાકી ગયો છે. સચોટ અને પુરાવા સાથેના અહેવાલોથી હવે આ બારાતું સિંગીયા નેતાએ ઊંધી પૂંછડીએ ભાગવાની તૈયારી રાખવી પડશે.

..........


જનતાનો અદાલતમાં બારાતું સિંગીયા નેતાને સવાલોનો મારોઃ “સેવા કરવા આવ્યા છો કે સત્તા ભોગવવા?”


ગાંધીધામ : ગાંધીધામના સપના નગરમાં બનેલી ઘટનાએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. યુપીથી આવીને ગાંધીધામની ધરતી પર સેવાનો દાવો કરનારા આ બારાતું સિંગીયા નેતા સામે જાગૃત નાગરિકોએ પ્રશ્નોની ઝડી વરસાવી છેઃ 
૧.ક્યાં હતી અત્યાર સુધી તારી સેવા? જે બારાતું સિંગીયા નેતા ક્યારેય વોર્ડના દુઃખ-સુખમાં દેખાયા નથી, જેમને લોકો ઓળખતા પણ નથી, તેઓ અચાનક ચૂંટણી જાહેર થતા જ “સેવક” કેવી રીતે બની ગયા?યુપીમાં ૧૫૦એકર જમીન, તો અહીં શું કામ? જો આપની પાસે ઉત્તર પ્રદેશમાં સેંકડો એકર જમીન અને અઢળક સંપત્તિ હોય, તો ગાંધીધામમાં મધ્યમવર્ગીય વિસ્તારોમાં મતોની ભીખ માંગવા નીકળવા પાછળનો અસલી ઇરાદો શું છે?
૨.લાખોનો પગાર છોડ્યો કે મલાઈની લાલચ જાગી? પાંચ આંકડાનો પગાર છોડીને રાજકારણમાં આવવાની વાત શું પ્રજાને મૂર્ખ બનાવવા માટે છે? શું સત્તામાં રહીને આનાથી વધુ “વળતર” મેળવવાની ગણતરી તો નથી ને?
૩.ગાંધીધામમાં સ્થાનિક સેવકો ખૂટી પડ્યા છે? શું આ સંકુલના પ્રશ્નો સમજવા માટે બહારથી આવેલા વ્યક્તિની જરૂર છે? શું સ્થાનિક લોકો પોતાના પ્રશ્નો ઉકેલવા સક્ષમ નથી કે તમારે “સેવા” કરવા આવવું પડ્યું?
૪.વિરોધ થતા જ ભાગવું કેમ પડ્યું? જો તમારો ઇરાદો સાચો અને પવિત્ર હોય, તો જનતાના સવાલોથી ડરીને ચપ્પલ મૂકીને ભાગવાની નોબત કેમ આવી? શું સાચો સેવક પ્રજાના રોષનો સામનો કરવાને બદલે મેદાન છોડી દે?
૫.સેક્ટરના લોકો તમને કેમ સ્વીકારે? સપના નગરમાં જે અરીસો બતાવવામાં આવ્યો છે, તેવો જ સત્કાર હવે સેક્ટર ૧, ૨, ૩ અને ૪ માં થશે તો તમારી પાસે શું જવાબ હશે?
૬.શું આ માત્ર રાજકીય સ્ટંટ છે? “હું બહુ સુખી ઘરનો છું” એવું વારંવાર કહીને શું તમે મતદારોની સાચી સમસ્યાઓ પર પડદો પાડવા માંગો છો?
ગાંધીધામની જનતા હવે જાગૃત છે. પેરાશૂટ ઉમેદવારો કે લોભામણી વાતો કરનારા બારાતું સિંગીયા નેતાને હવે ચાલવા દેવામાં આવશે નહીં. સપના નગરની આ ઘટના એ તમામ નેતાઓ માટે ચેતવણી સમાન છે જેઓ જનતાને ભોળી સમજી રહ્યા છે.

.........


પરપોટો ફૂટી ગયો, હવે અન્ય સેક્ટરોમાં પણ વિરોધની જ્વાળા



આ ઘટનાથી સંકુલના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. પોતે વારસાગત પૈસાદાર હોવાનો દાવો કરનારા આ શખ્સનો ‘સેવાભાવી’ પરપોટો સપના નગરમાં ફૂટી ચૂક્યો છે. લોકોમાં એવી ચર્ચા છે કે જો કોઈ વ્યક્તિ પાસે આટલી મિલકત હોય તો તે રાજકારણમાં માત્ર ‘મલાઈ’ તારવવા જ આવતો હોય છે. સપના નગરના લોકોએ બતાવેલી આ જાગૃતિ હવે સેક્ટર ૧, ૨, ૩ અને ૪ ના લોકો માટે પણ પ્રેરણા બની છે. આગામી દિવસોમાં આ વિસ્તારોમાં પણ આ બારાતું સિંગીયા નેતાને આવી જ રીતે ખદેડી મૂકવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.


......

Comments

COMMENT / REPLY FROM