ગાંધીધામમાં ‘સત્તાના ભૂખ્યા’ ઉમેદવાર સામે પ્રજાનો પ્રચંડ વિરોધ
ગાંધીધામની જનતાને હાકલ : શહેરનું નખોદ વાળનારાઓને ઓળખો
ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકાની આગામી ચૂંટણીઓમાં ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ શહેરના રાજકારણમાં ભડકો થયો છે. ખાસ કરીને નપામાં અગાઉ કારોબારીમાં ટોંચના મોભાદાર સ્થાન- પદો ભોગવી ચૂકેલા એક ચોક્કસ ઉમેદવારને ફરીથી ટિકિટ આપવામાં આવતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સત્તાના નશામાં ચૂર આ મહાશયનો ભ્રષ્ટાચારનો મોહ હજુ પણ છૂટતો નથી.ગાંધીધામના
જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા જોર પકડ્યું છે કે આ ઉમેદવાર જે પ્રકારે તેઓ નગરપાલિકામાં રહીને સત્તાને વળગી રહ્યા છે
અને ફરી ફરીને ટિકિટો મેળવી ચૂકયા છેે, તે જોતા પ્રજામાં તેમની દાનત સામે સવાલો ઉઠી રહ્યા છે. મતદારો, વોર્ડવાસીઓ અને જાગૃત લોકો આ મહાશયની સામે બળાપો ઠાલવતા ચર્ચા કરી રહ્યા છે કે, ?જ્યારે આ ઉમેદવાર કારોબારીના સર્વોચ્ચ પદ પર હતા, ત્યારે શહેરના અનેક કામો માત્ર કાગળ પર જ થયા હોવાના ગંભીર
આક્ષેપો પ્રજા કરી રહી છે. ભ્રષ્ટાચાર આચરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હોવા છતાં, ફરીથી સત્તા મેળવવા માટેની તેમની લાળ ટપકતી જોઈને મતદારો હવે સાવધ થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોના પત્તા કાપીને આ જ ભ્રષ્ટાચારી ચહેરાઓને ફરી મેદાનમાં ઉતારવા તે ગાંધીધામના હિતમાં નથી. શહેરના બુદ્ધિજીવીઓ અને રહેવાસીઓ કહી રહ્યા છે કે આવા સત્તાભૂખ્યા ઉમેદવારોને મત આપવો એટલે ગાંધીધામના વિકાસનું નખોદ વાળવા સમાન છે. લોકો અપીલ કરી રહ્યા છે કે મત આપતા પહેલા આ મહાશયના પાલિકા કાળના ઇતિહાસને તપાસો. શું ફરીથી એ જ ભ્રષ્ટાચાર અને કમિશનની પ્રથાને જીવંત રાખવી છે? જો શહેરને બચાવવું હોય તો આવા તત્વોને જાકારો આપી પ્રામાણિક અને નવા ચહેરાઓને તક
આપવી અનિવાર્ય છે. ગાંધીધામના વોર્ડમાં અત્યારે આંતરિક વિરોધનો વંટોળ એટલો તીવ્ર છે કે જો આ ઉમેદવાર સામે જનતાનો આક્રોશ ઠર્યો નહીં, તો આગામી પરિણામો ચોંકાવનારા આવી શકે છે
.........
ગાંધીધામના વોર્ડ ૮ના મતદારોમાં ભભુકયો રોષ :
એ.કે.સિંગને ઓળખો અને આપો જાકારા
મીડ ઈન્ડીયા જેવી કંપનીમાથી સારા હોદાની નોકરી છોડી અને રાજકારણમાં ફરી ફરીને ચીટકી રહેવા મથતા આ એ.કે.સીગને અહી કેટલી ચાંદી જ ચાંદી દેખાતી હશે, વિચાર તો કરો? પ્રજા સેવા માટે શું તંબુરો આવે છે આ મહાશય જાહેરજીવનમાં? માત્ર અને માત્ર સેવાના નામે મેવા જ રડી લેવા છે આ સાહેબને તો? પ્રજાજનો-મતદારોમાં ફેલાયો ભારોભાર કચવાટ
એ.કે.સીગના લીધે તેના વોર્ડના અન્ય ઉમેદવારોની પણ કયાંક બકરી ડબ્બામાં અને પુછડી બહાર જેવી સ્થિતી ન થઈ જાય? કારોબારી ચેરમેન વખતે એ.કે. સીંગે આદરેલા ભ્રષ્ટચારોની ચકચારથી વોર્ડવાસીઓએ આ શખ્સને મતો ન આપવા, આવે તો ઘેરાબંધી કરવી, જાકારો આપવો સહિતની રણનીતી બનાવી હોવાની જામી છે ચર્ચા
આ એ.કે.સીગ કોના જોરે આટલી તાકાત દેખાડી રહ્યો છે? જો જો, જેના નામો વટાવતો ફરી રહ્યો છે તેમના પર પણ આગામી સમયમાં કોઈ સાચા ખોટા કાદવ ઉછળવા ન લાગીજાય! : જાણકારોની લાલબત્તી
ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકામાં પ્રથમ જ વખત ચુંટણી યોજાવવા પામી રહી છે ત્યારે હવે શહેરના મતદારો-વોર્ડવાસીઓ પણ ખુબ જ જાગૃત બની ગયા હોય તેવી ચર્ચાઓ પણ સપાટી પર આવી રહી છે. મનપા તંત્રમાં સારા-સાચા-પ્રમાણિક અને પ્રજાનિષ્ઠ લોકોને ચુંટવાનુ જ મન વોર્ડવાસી-મતદારોએ બનાવ્યુ હોય તેમ શહેરના ૮મા વોર્ડમાથી એક ઉમેદવારની સામે ભભુકી રહેલા રોષને જોતા જાણકારો કહી રહ્યા છે.
આ મામલે વોર્ડ નં. ૮ના જાગૃત મતદારોમાં જામેલી ચર્ચાઓની વાત કરીએ તો તેઓએ અહી ઉમેલા ઉમેદવારો પેકીના એ.કે.સીંગ કે જે અગાઉ કારોબારી ચેરમેન તરીકે બિરાજમાન હતા તેની કાર્યશેલીઓ અગાઉ જોયલી હોવાથી હવે આ એ.કે.સીંગને ઓળખો અને જો વોર્ડનો વીકાસ ઈચ્છતા હોય તો તેને જાકારો જ આપો તેવો કચવાટ ભારોભાર હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. ચર્ચાય છે કે,
જયારે તે કારોબારી ચેરમેન હતો ત્યારે ભ્રષ્ટાચારે નગરપાલીકામાં માજા મુકી દીધી હતી? જાણકારો કહી રહ્યા છે કે એ કે સીંગ કયારે પણ પોતાના વોર્ડ વિસ્તારમાં જોવા નથી મળ્યો, અને હવે ફરીથી તેને મનપામાં ટિકિટ લીધી છે? મીડ ઈન્ડીયા જેવી સારી કંપનીમાં મોટા પગાર પર હતો તેને રાજીનામુ આપી અને આ શખ્સે જાહેરજીવનમં ફરીથી યેન કેન પ્રકારેણ ટીકિટ લીધી છે ત્યારે જાણકારો કહે છે કે તેને અહી મધવાળી લાળ કેટલી ટપકતી જોઈ હશે? જાહેરજીવનમાં તેને કેવી ચાંદી જ ચાંદી થઈ જવાની હશે? અહી પ્રજાજનો કહે છે કે, અગાઉ જેણે પોતાના વોર્ડનું ભલુ નથી કર્યુ તે હવે શું કરવાનો હતો? આ શખ્સ હવે મત માંગવા આવે ત્યોર તેને ઘેરાબંધી કરો, કામનો હિસાબ માંગો,
અને જાકારો જ આપી દયો તેવુ મન બનાવી બેઠા હોવાનુ મનાય છે. એટલુ માત્ર જ નહી પણ આ પેનલમાં એ કે સીંગના લીધે અન્ય ઉમેદવારોને પણ સમસ્યાઓ વેઠવાનો વારો આવી શકે છે તેવી ભીતી પણ સેવાતી જોવાઈ રહી છે.
....

Comments