K U T C H U D A Y
Trending News

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Saturday, 18 May
સ્થાનિક સમાચાર

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમાં રાત્રીના ભાગે ધમધમતી બેફામ ખનિજચોરી

05 May

રામ કી ચીડીયા... રામ કા ખેત... ખા લો ચીડીયા ભર ભર પેટ...



લોકસભા ચૂંટણીને પગલે અધિકારી - કર્મચારીઓ કામગીરીમાં જોતરાયેલા હોઈ ખનિજચોરોને મળ્યું મોકળું મેદાન : અબડાસા - લખપત, માંડવી  ઉપરાંત નખત્રાણાના કેટલાક ગામોમાં રાત પડતા જ રાષ્ટ્રીય સંપતિ ચોરનારાઓ માટે જાણે ઉગે છે દિવસ : પોલીસ વિભાગના કેટલાક પલળેલા અધિકારી અને કર્મીઓની રહેમનજર તળે ચાલતી પ્રવૃતિક : તાજેતરમાં ગાંધીનગર ખાણ ખનીજ ટીમ અને કચ્છ ખાણ ખનીજ ફલાઈગ સ્કોર્ડ અબડાસામાં કામગીરી કરવા જતા ખનીજ ચોરો સામે થયા હતા....


લાગુની અથવા આસપાસની સરકારી જમીનમાંથી ખનિજ ઉસેળી લીઝ વિસ્તારમાં કરાતો ઢગલો : રાત્રીના સમયે કોઈ ચેકીંગ ટીમ કે અજાણી વ્યક્તિની નજરથી બચવા ખુદના જાસુસ ગોઠવી દેવાયા


ભુજ : કચ્છ જિલ્લામાં કુદરતી અખૂટ ભંડારનો ખનીજ તત્વો આવેલા છે તેવા સંજોગોમાં કચ્છ જિલ્લાના ૫ેટાળમાંથી ખાસ કરી કોલસો, રેતી, બોકસાઈડ, ચાઈનાકલે, બેન્ટોનાઈટ, જેવી અનેક કુદરતી ખનીજતત્વો મળી આવે છે. જિલ્લાની ખનિજ સંપદાઓ પર ખનિજ માફિયાઓએ મલીન ડોળો નાખ્યો હોઈ બેફામ ખનિજ ચોરી થઈ રહી છે. જુદા જુદા વિસ્તારોમાંથી દૈનિક સેંકડો ગાડીઓ દ્વારા ગેરકાયદે ખનિજોનું વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે પરિવહન કરવામાં આવે છે. રામ કી ચીડીયા રામ કા ખેત... ખા લો ચીડીયા ભર ભર પેટ..ની ઉક્તિ ખનિજ માફિયાઓ માટેે અક્ષરસઃ સાચી ઠરી રહી હોય તેમ આવા ખનિજ માફિયાઓ હાલે લાંબા સમયથી ચૂંટણી આચારસંહિતાનો પુરેપુરો ગેરલાભ ઉઠાવવા બેફામ બન્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સરકારી અધિકારી - કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે કેટલાક પલળેલા તત્વો સાથે હાથ મીલાવી ખનિજ ચોરો રાત્રીના અંધકારમાં  તો કયાં - કયાં દિવસ દરમ્યાન પણ ખનિજ ચોરી કરી સરકારી તિજોરીને મસમોટું ધુંબો મારી રહ્યા છે, તેનો દાખલા રૂપે તાજેતરમાં ખાણ ખનીજનો જિલ્લાનો ફલાઈગ સ્કોર્ડ અને ગાંધીનગરની ટીમે અબડાસાના નુંધાતડમાં ધામા નાખ્યા હતા, આ કામગીરી કરવા આવેલી ટીમને અમુક ખનીજ ચોરો સામે થયા હોવાની ઘટનાએ ભારે ગરમી પકડી હતી. આ અંગેની વિગતો મુજબ ભૌગોલિક રીતે આગવી વિશેષતા ધરાવતા કચ્છ જિલ્લા પર કુદરતે અપાર સ્નેહ વરસાવ્યું છે. જિલ્લાના પેટાળમાં ખનિજોનો અંબાર ધરબાયેલો હોઈ ખાણ ખનિજ ઉદ્યોગ વર્ષોથી ફુલ્યો ફાલ્યો છે. જિલ્લાના ખનિજોની અન્ય જિલ્લા તેમજ રાજ્યોની સાથોસાથ વિદેશમાં પણ નિકાસ કરવામાં આવી રહી છે. ખનિજ ચોરો પર લગામ કસવા માટે ઉપલી કક્ષાએથી વછુટેલા આદેશો બાદ ખાણ ખનિજ તંત્ર સખ્ત બનતા જિલ્લામાં એક સમયે ખનિજ ચોરીની પ્રવૃતિ પણ સારા એવા પ્રમાણમાં લગામ કસાઈ હતી. જો કે, લોકભા ચૂંટણીને પગલે વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરી દેવાયા હોઈ આ તકનો પુરેપુરો ગેરલાભ વર્તમાને ખનિજ ચોરો ઉઠાવી રહ્યા છે. ખનિજ સંપદાથી સમૃૃદ્ધ એવા અબડાસા, લખપત, માંડવી તાલુકા ઉપરાંત નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં રાત્રી થતાની સાથે જ ખનિજ ચોરો પોતાના લોડર, જેસીબી, હીટાચી સહિતના સાધનોની મદદથી રાષ્ટ્રીય સંપદાની ચોરી કરી રહ્યા છે. લીઝ વિસ્તારની બાજુમાં આવેલી લાગુની તેમજ અન્ય જમીનમાંથી ખનિજ ચોરી તેને લીઝ વિસ્તારની અંદર સંગ્રહી દેવામાં આવે છે. રાત્રીના સમયે સામાન્ય રીતે પોલીસ વિભાગના કર્મચારીઓ જ સક્રિય રહેતા હોઈ ખનિજ ચોરોએ જે તે વિસ્તારમાં પક્કડ ધરાવતા પોલીસ અધિકારી અને કર્મીઓને સાચવી લઈ ખનિજ ચોરીની ધીકતી પ્રવૃતિ કરી રહ્યા છે. તાજેતરમાં ખનિજ વિભાગની સ્કવોડ પર પણ વાહન ચડાવાયું હતું. જો કે તે પ્રકરણને પણ દબાવી દેવાના મોટા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેની ઉપલી કક્ષા સુધી પડઘા હતા.  રાત્રીના સમયે સીમાડાઓ વાહનોના ઘોંઘાટથી ધમધમી ઉઠતા હોવા છતાં ખનિજ ચોરો પર કોઈ જ પ્રકારની કાર્યવાહી થઈ રહી નથી. ખાણ ખનિજ વિભાગ ખનિજ ચોરો સામે કડક હાથે કામ લઈ રહ્યું છે ત્યારે કોની મીઠી નજર તળે ખનિજ ચોરીની પ્રવૃતિ ધમધમી રહી છે તે પણ યક્ષસવાલ બની રહ્યો છે. તો બીજીતરફ રાત્રીના અંધારામાં ગેરકાયદે કારસ્તાનને અંજામ આપતા ખનિજ માફિયાઓ પોતાની સેફટીનું પણ પુરેપુરું ધ્યાન રાખી રહ્યા છે. રાત્રીના સમયે કોઈ ચેકીંગ ટીમ કે અજાણી વ્યક્તિની નજરથી બચવા ખુદના જાસુસ ગોઠવી દેવાયા હોઈ જો કોઈ સરકારી ગાડી અથવા અજાણી વ્યક્તિની શંકાસ્પદ હલચલ દેખાય તો આવા જાસુસો પોતાના આકાઓને જાણ કરી દેતા હોઈ વાહનો તેમજ માણસો ખનિજ ચોરીના સ્થળેથી ચોર રસ્તા મારફતે નવ દો ગ્યારાહ થઈ જાય છે.

 

Comments

COMMENT / REPLY FROM