K U T C H U D A Y
Trending News

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Saturday, 18 May
સ્થાનિક સમાચાર

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખનિજ વિભાગ-પોલીસતંત્ર કેમ કુંભકર્ણિ નિંદ્રામાં...!

05 May



લખપત હોય કે, ભુજ, વાગડ હોય કે અબડાસા, ઠેર-ઠેર મોડી સાંજે-રાત્રીના સમયે નિયમ વિરૂદ્ધ ગેરકાયદેસર મશીનો લગાવીને થઈ રહ્યુ છે બિનઅધિકૃત ખનન : કોના બાપની દિવાળી..? : મંજુરી ન હોય તેવા વિસ્તારોમાથી બેફામ ખનીજચોરી રાત્રીના સમયે જ પાર પડાતી હોવાની છે ચર્ચા : કેટલાક કિસ્સાઓમાં તંત્ર રાત્રીના સમયે આવી માઈન્સ પર ત્રાટકે પણ છે, પરંતુ લીઝ છે એમ પરવાનાઓ ચકાસીને પરત આવી જાય છે, તો હકીકતમાં અહી સરકારની નીતીનિયમો અનુસારની કાર્યવાહી થાય છે કે, પછી અમુક ભ્રષ્ટ તત્વો ખનીજચોરોને પોતાનું મોઢું દેખાડવા જ જાય છે અને ભાવબાધણું જ કરી લે છે?

ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરની ત્રિવિધ સુંદરતા ધરાવતા વિશાળ કચ્છ જિલ્લાના પેટાળમાં ખનીજનો અદભુત ખજાનો ધરબાયેલો પડયો છે. અહી આ ખનીજમાથી સરકારને જેટલા પ્રમાણમાં રોયલ્ટીની આવક થવી જોઈએ અને તેનાથી પ્રજાલક્ષી કામો થવા ઘટે તેના પ્રમાણમાં તો અનેકગણી લખલુંટ ખનીજચોરો કરી રહ્યા હોય તેમ અહીથી ખનીજચોરી પકડાતી હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવવા પામતા જ રહે છે. 
પૂર્વ કચ્છમાં વર્તમાન સમયે ભુસ્તરશાસ્ત્રી શ્રી પટેલના આગમન બાદ તેઓ એક પછી એક ધડાધડ ખનીજચોરોને શાનમાં સમજાવી રહ્યા છે અને ધાક બેસાડતી કાર્યવાહી કરી 
રહ્યા છે. તો બીજીતરફ ભુજ ફલાઈંગ સ્કવોર્ડના મેહુલ શાહની ટીમો પણ આટલા વિશાળ જિલ્લાના છેવાડાના વિસ્તારો ખુંદી વળી અને ખનીજચોરોને નશ્યત કરવા કટીબદ્ધ હોય તેમ કાર્યવાહી કરવામા આવી રહી છે. આ બધાયની વચ્ચે પશ્ચીમ કચ્છ  ખાણખનિજ વિભાગના ભુસત્રશાસ્ત્રી તથા તેમની ટીમની સસુસ્તા આંખે ઉડીને વળગવા પામી રહી છે. દરમ્યાન જ જાણકારો અહી સવાલ કરતા કહી રહયા છે કે, ખનીજચોરી કરનારા ખનીજચોર તત્વો ઢળતી સાંજે અને મોડી રાતે જ હવે ખનીજચોરીને વિપુલ પ્રમાણમાં અંજામ આપતા હોવાની ચર્ચાઓ સામે આવવા પામી રહી છે. જો આમ થતુ હોય તો એ પણ નિયમ વિરૂદ્ધ જ કહી શકાય તેમ છે. સરકારી કામો, ખનીજના કામો રાત્રીના અંધારામાં કરવા પરવાનગી પાત્ર બનતા જ નથી. લખપત સહિતના પટ્ટામાં સુજલામ સુફલામ યોજના હેઠળના તળાવો ઉંડા કરવાના ખાડા અને કેટલાક કીસ્સાઓમાં ખનીજ નીકળતા તેનેઉપાડવા સહિતની કામગીરી પણ રાત્રીના અંધારામાં જ કેમ આદરવામાં આવી રહી છે? આવો સવાલ હવે સહેજે સહેજ સામે આવવા પમાી રહ્યો છે? તાજેતરમાં જ લખપત પટ્ટામાં આ મુજબની ફરીયાદ સામે આવી હતી અને રાત્રીના સમયે ટીમો પણ રવાના કરાઈ હતી, પાસ પરવાનગી હોવાથી તેમને જવા દેવાયાની વાત તંત્ર કરે છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, રાત્રીના સમયે જો સરકારી કામ પેટે ખનીજ ઉપાડાતુ હતુ તો એ કેવી રીતે નીતીનિયમનુ થઈ ગયુ? ભુજ-ભીમાસર રોડમા પણ હાલમાં જ અંદાજીત ૭પ લાખનો મુદામાલ પકડતી કાર્યવાહી કરાઈ છે તે પણ રાત્રીના અંધારામાં જ ખનીજ ઉસેડતા હોવાની સ્થિતી સામે આવવા પામી છે. ખરેખર ખનીજચોરો રાત્રીના સમયે ખનીજચોરીને વધારે યોગ્ય માની અને અંજામ આપી રહ્યા હોય તેમ દેખાય છે. જો આમ હોય તો પછી ખાણખનિજ વિભાગ અને ખાખીધારીઓ કેમ રાત્રીના સમયે ખાસ વોચમાં નથી રહેતા? શું રાત્રીના સમયે થતી આ ચોરીઓને એક યા બીજી રીતે મુકસમર્થન અપાયેલ છે કે કેમ?


.........


કલેકટરશ્રી અરોરા કેમ ન કરાવે જાત તપાસ?

ભુજ - ભીમાસર રોડમાં કરોડોની ખનીજ ચોરી!
તંત્ર કેમ સમ ખાવા પુરતી જ કરે છે કાર્યવાહી?

એકાદ વર્ષના ગાળામાં પશ્ચીમ કચ્છ ખનીજ વિભાગે ચુબડક-કુકમા સહિતના વિસ્તારમાં આ માર્ગ નિર્માણ વિસ્તારમાં ત્રણ-ત્રણ વખત પકડી છે ખનીજચોરી- ૩ર લાખ, ૧૮ લાખના અપાઈ ચુકયા છે દંડ, તો જે નહી પકડાઈ હોઈ અથવા તો પકડાયા ઉપરાંતનુ ઉસેડાઈ ગયેલ ખનીજ કેટલુ? 

ગાંધીધામ : ભુજ- ભીમાસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૦૦૦ કરોડથી વધુના ખર્ચે નિર્માણાધીન છે. ચોકાવનારી અને સવાલ સર્જતી વાત અહી એ જ બની રહી છે કે, આ માર્ગ નિર્માણમાં પાછલા એકાદ વર્ષમાં ત્રણથી વધુ વખત ખનીજચોરી રેકર્ડ પર પકડાઈ ચૂકી છે. હાલમાં ફરીથી અહી ૭પ લાખનો મુદામાલ પકડી પાડયો છે ત્યારે સવાલ એ થાય છે કે, આ બધી જ કાર્યવાહી તો થઈ છે તેનો આંક છે, પરંતુ જે ખનીજચોરી અહી પકડાતી નહી હોય, અથવા તો અત્યાર સુધીમાં પરવાનગી વિના ખનીજ ઉપાડી લેવાયુ હશે તે ખનીજચોરીનો આંક કયાં પહોચતો હશે? ત્રણથી વધુ વખત જયાથી લાખોની ખનીજચોરી પકડાઈ ચુકી છે તે માર્ગ નિર્માણનુ કામ રાખનાર કંપની જી આર ઈન્ફ્રાસ્ટ્રકચર અને તેના દ્વારા જેને પેટામાં ઠેકા અપાયેલા છે તેનો કેમ ઉધડો ન લે.

 

Comments

COMMENT / REPLY FROM