K U T C H U D A Y
Trending News

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Friday, 17 May
સ્થાનિક સમાચાર

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક કાસેઝમાં તો નથી ને?

02 May

DRI સિઝ સિગારેટચોરી-બોન્ડેડ લીકરમાં સિકયુરીટીવાળાઓની ભુમિકા રહી હતી શંકામાં !



કાસેઝ પ્રશાસન, દેશની સુરક્ષા એજન્સીઓ, સલામતીતંત્રોએ અહી સિકયુરીટીવાળાઓના પોલીસ વેરીફીકેશન કરવા જોઈએ ફરજીયાત, ગુનાહિત પ્રવૃતીઓમાં સંડોવાયેલા હોય તેવાઓના લાયસન્સ જ કરવા જોઈએ રદ : ઉપરાંત 
બી-રોલની કામગીરી પણ કરાવવી જોઈએ સજજડ : પૂર્વ કચ્છ પોલીસતંત્ર પણ આ બાબતે ન રહે ગાફેલ

૧૮પ કરોડના જખૌ હેરોઈનકાંડમા લોરેન્સ ખુદ જેલ હવાલે છે, તો મુંદરાના બારોઈ પટ્ટામાથી તેના ત્રણ જેટલા સાગરીતો પકડાયા બાદ હવે મુંબઈ સલમાનખાનના ઘર બહાર ફાયરીંગ કેસમાં તેના બે શાર્પશુર્ટસ માતાનામઢેથી ઝડપાયા છે, ત્યારે જિલ્લાવ્યાપી લોરેન્સ ગેંગનો ઓછાયો ફેલાઈ ગયો હોય તેમ માનવુ અસ્થાને નહીં કહેવાય

જે રીતે મારેબીથી રાજકીય ટેગવાળી ગાડી બોન્ડેડ લીકર યુનીટ સુધી પહોચી ગઈ, તે પહેલા સરકારે સિઝ કરેલ સ્મગલીંગ યુકત સિગારેટના જથ્થામાં ચોરીઓ થઈ અને તેમાં તો સત્તાવાર રીતે સિકયુરીટીવાળાના નામો પોલીસ ચોપડે ચડી જવા પામ્યા હતા, આવામાં અમુક સિકયુરીટીવાળાઓની મીઠીનજર હેઠળ જ આ ધંધાઓ ચાલતા હોય તેવુ કેમ ન મનાય? જો એ સત્ય વાત હોય તો લોરેન્જ જેવા ગેંગસ્ટરના સાગરીતો જો સિકયુરીટીમાં ગોઠવાઈ જાય તો દેશની સુરક્ષા માટે ખતરારૂપ વિસ્ફોટકો અથવા તો હથીયારો પણ કાસેઝ મારફતે ઠલવાતા વાર નહી થાય!? : જાણકારોની લાલબત્તી

હાલમાં બી.ડીવી. પી.આઇ.શ્રી ચૌધરી પાસે કોઇનો ગજ વાગતો નથી.., જો હાથમાં આવે તો કોઇને છોડે તેમ નથી, એટલે ઝોનમાં ચોરી કંટ્રોલમાં છે,  પણ કેટલાક દિવસથી ચોરો ફરી ઉંચા નીચા થઇ રહયા છે, જો હજુ બી-રોલ ભરવાનું કડક રીતે થાય તો ગુન્હેગારોને સરણ નહીં મળે ! જાણકારોનો ઇશારો


ગાંધીધામ : કુખ્યાત ગેગસ્ટર અને અનડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની તર્જ પર ભારતમાં આતંક મચાવવા તલપાપડ રહેલા ખંડણીખોર લોરેન્સ બિશ્નેાઈ ગેંગનો કચ્છમાં પણ ઓછાયો પાછલા અમુક વરસમાં જે રીતે વકરી રહ્યો છે તે જોતા સીમાવર્તી કચ્છ જિલ્લાની સલામતી અને સુરક્ષાની દ્રષ્ટીએ વધુ સજજતાની જરૂર હોવા અંગે ખુદ સરકાર અને ગૃહવિભાગ પણ એકશનમા જ આવી જવા પામ્યુ છે. લોરેન્સ બિશ્નોઈ કચ્છના જખૌમાં ડ્રગ્સકાંડનો મુખ્ય સુત્રધાર છે તો વળી તેના સાગરીતો અગાઉ મુંદરામાથી એક કેસમાં પકડાઈ ચૂકયા હતા તે બાદ હાલમાં જ મુંબઈમાં સલમાનના ઘરે ફાયરીંગ કર્યા બાદ તેના બે શાર્પસુટર્સ પણ કચ્છથી પકડી પાડવામાં આવ્યા છે ત્યારે હવે જાણકારો દ્વારા એવી લાલબત્તી સર્જવામા આવી રહી છે કે, લોરેન્સના સાગરીતોનો મલિન ડોળો કયાંક કાસેઝ પર પણ નથી ને?લોરેન્સના સાગરીતો કચ્છમાં કયારે મુંદરા પટ્ટામાથી તો કયારેક છેવાડાના માતાના મઢ વિસ્તારમાથી ગંભીર ઘટનાઓને અંજામ આપીને આશરો પામતા કે પછી આશ્રય મેળવી લીધા હોય તેવી અવસ્થામાં ઝડપાઈ જવા પામી રહ્યા છે. એટલે કચ્છવ્યાપી ગેંગસ્ટર લોરેન્સના સાગરીતો ફેલાઈ ચૂકયા હોય તે વાત અહી ચર્ચવી પણ અસ્થાને નહી કહેવાય. કચ્છમાં બંદરો અને આર્થિક જોન પણ મોટા આવેલા છે અને અહી પણ તેને ખંડણીઓ સહિતની ધાકધમકીઓ કરીને પોતાનો આતંક મચાવવો વધુ ફાયદારૂપ બની શકે તેમ હોવાથી જાણકારો દ્વારા એવી પણ લાલબત્તી ધરવામા આવી રહી છે કે, લોરેન્સ બિશ્નોઈના સાગરીકો કયાંક કાસેઝમાં પણ પગદંડો જમાવીને નથી બેઠાને? આ બાબતે કાસેઝ પ્રશાસન ઉપરાંત દેશની એજન્સીઓએ પણ ખુબજ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. કાસેઝની સલામતી વ્વસ્થાઓ અને સિકયુરીટીને લઈને પણ મોટા અને ગંભીર સવાલો પેદા થાય તે રીતેના પણ ઘટનાક્રમો અહી બન્યા છે અને અમુક સીકયુરીટીવાળાઓ તો સત્તાવાર રીતે જ સરકારે સિઝ કરેલી પ્રતિબંધીત અથવા તો કહી શકાય કે સ્મગલીંગ યુકત સિગારેટના જથ્થામાં ચોરી કરાવતા હોવાના સબબના કેસમાં પોલીસ ચોપડે ચડી જ ચુકયા છે. એટલે જાણકારો દ્વારા એવી જ લાલબત્તી ધરવામા આવી રહી છે કે કાસેઝમાં જાણતા અજાણતા સિકયુરીટીમાં ચાલી રહેલા લાલીયાવાડીમાં કયાંક લોરેન્સની કડી ધરાવતા તત્વો તો નથી ગોઠવાયેલા ને? આ બાબતે સિકયુરીટી વ્યવસ્થાઓને લઈને ઝોન પ્રશાસન સહિતનાઓએ ગંભીરતાથી ફેર ચકાસણીઓ કરવાની તાતી જરૂરીયાત હોવાનુ પણ જાણકારો કહી રહ્યા છે. 
કારણ કે, કાસેજમાં એનઆઈએ સિવાયની મોટાભાગની એજન્સીઓ પાછલા અમુક સમયમાં લટાર મારી ગઈ છે તે આપણે સૌ જાણીએ છીએ. કાસેજમાં લુધીયાણા ડીઆરઆઈ, સીબીઆઈ, કસ્ટમની અલગ અલગ એજન્સીઓની તપાસો અને ઈડીની પણ મસમોટી ગંભીર તપાસો ચાલી જ રહી છે. કાસેઝમાં એવુ નથી કે માત્ર આર્થિક ફ્રોડને જ અંજામ અપાયા છે બલ્કે દેશની સલામતી અને સુરક્ષાને માટે પણ મોટા ખતરારૂપ કહી શકાય તેવી ઘટનાઓ પણ તાજા ભુતકાળમાં અહી બની જવા પામી છે. કારણ કે, વિદેશથી કોઈ વસતુ આયાત થાય તે મુંદરા ઉતરે અને અહીથી  કાસેજ ભણી આવે તે વચ્ચે જ પલટી મારી અને તેમાં ડીકલેર કરેલી વસ્તુના બદલે પ્રતિબધિત વસ્તુઓ ઝડપાયાના ગંભીર ઘટનાક્રમો બની જવા પામ્યા છે. તેવામાં દાણચોરીયુકત સિગારેટ પકડાવવી અને તે દાણચોરી યુકત સિગારેટના જથ્થા સરકારે સિઝ કરી રાખ્યા હોવા ઉપરાંતતેમાથી ચોરી કરાવતા પણ અમુક સીકયુરીટીવાળાઓ તો પકડાઈ જ ૂચૂકયા છે. તો વળી કાસેઝના જ સુરક્ષા ઓફીસર ખુદનો ઓડીયો પ્રતિબંધિત વસ્તુઓ બહાર કાઢતી અવસ્થામાં વારયલ થવા પામી ચૂકયો હતો જે બાદ કાસેઝ પ્રશાસને આ સુરક્ષા અધિકારીને દુર કરી દેવાની ફરજ પડી હતી. એટલુ માત્ર જ નહી પરંતુ કાસેઝમાં મોરબીના રાજકીય ટેગવાળી એક ઈનોવા ગાડી ઘુસી ગઈ અને બોન્ડેડ લીકરના એક ગોડાઉનમાં સિકયુરીટીની હાજરી હોવા ઉપરાંત ઉપરથી યુનીટમાં ઉતરી અને દારૂની બોટલો સેરવી જતા કાસેજ ગેટ પાસે કસ્ટમના સિપાહીની જાગૃતીથી પકડાઈ જવા પામી હોવાની પણ ગંભીર ઘટના નોધાવવા પામી ચૂકી છે. કસ્ટમના સિપાઈ ગેટ પર આવા તત્વોને અટકાવે છે તો પછી જે-તે યુનિટે આપેલી સિકયુરીટીવાળાઓ શુ કરી રહયા હતા? તે વખત પણ સિકયુરીટીવાળાઓ સામે અનેકસવાલો ઉભા થવા પામ્યા હતા. જાણકારો કહી રહ્યા છે કે, અમુક સિકયુરીટીવાળાઓ તો સિકયુરીટીના નામે કઈ કંપનીમાં શું પડયુ છે , તેની ચોકીદારી નહી પણ મોનીટરીંગ જ કરતા હોય છે અને તેની બાતમીઓ જાણે કે બહાર આપી અને સ્મગલીંગ યુકત વસ્તુઓની પણ ચોર-ચપાટી ખુલ્લેઆમ કરાવતા ફરતા હોવાનુ ચર્ચાય છે. આવામાં જો લોરેન્સ જેવા કુખ્યાત ગેંગસ્ટરના સાગરીતો કાસેજમાં સીકયુરીટીમાં ગોઠવાઈ જશે તો દેશની સલામતી માટે ખતરારૂપ કહી શકાય તેવા હથિયારો અને વિસ્ફોટકો અહીથી ઠલવાતા પણ વાર નહી કરે તેવી ગંભીર લાલબત્તી જાણકારો કરી રહ્યા છે. કારણ કે, સ્ગમલીંગ યુકત સિગારેટ હોય કે પછી બોનડેડ લીકરદારૂ હોય તે બધાયમાં સીકયુરીટીવાળાઓની તો હાજરી બોલી જ રહી છે તેમ છતા પણ આ ચોરીઓ થઈ છે એટલે કયાંક ને કયાંક અહી સીકયુરીટીવાળાઓની જ મીઠીનજર હેઠળ જ આવા કાળા કારનામાઓ અહી થવા પામી રહ્યા હોવાનુ માની શકાય તેમ છે. જો આ બધુ જ અટકાવવુ હેાય તો ખરેખર સિકયુરીટીવાળાઓના પોલીસ વેરીફેકશન ફરજીયાત અને કડક અમલી બનાવવા જોઈએ, તે ઉપરાંત બી-રોલની કામગીરી પણ વધુ સઘન બનાવી જ ઘટે. જે રીતે લોરેન્સના સારગીતો અને તેનું નેટવર્ક તબક્કાવાર ખુલી રહ્યુ છે તે જોતા કચ્છવયાપી આ ગેંગસ્ટરનો માયાજાળ ફેલાયો હોય તે વાત માનવી અસ્થાને નહી કહેવાય.

Comments

COMMENT / REPLY FROM