K U T C H U D A Y
Trending News

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Friday, 17 May
સ્થાનિક સમાચાર

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો ગઠન : બન્ને જુથના પ૦-પ૦ ટકા સભ્યો સમાવી વિવાદનો લાવો નિવેડો

01 May

કજિયાનું મોં કાળું : ટ્રકમાલિકોના હિત ને આપો પ્રાધાન્ય..!



ખેતી અને પશુપાલન બાદ કચ્છના સૌથી મોટા એવા ટ્રાન્સપોર્ટ જગતના ઉદ્યોગનો વિકાસ-હિત જાળવવા મધ્યસ્થીનો માર્ગ કાઢવો બની રહ્યો છે અનિવાર્ય

ન માત્ર ટ્રકામાલિકો, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બલ્કે તેની પાછળ નભતા હજારો પરીવારનો કરવો જોઈએ વિચાર : કચ્છના બેઠા ઉદ્યોગને જાણતા અજાણતા અહંમના ટકરાવમાં કોઈ મોટી હાની પહોચે નહી તે માટે જિલ્લાના રાજકીય જગતે પણ કરવી જોઈએ પહેલ : સાંસદશ્રી તો લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે, પરંતુ તમામ ધારાસભ્યો સિવાયના જનપ્રતિનિધીઓએ આ બાબતે આગળ આવવુ જ ઘટે : પ્રબુદ્વવર્ગની ટકોર

ખાટલે મોટી ખોટ : લોકસભાની ચૂંટણીના ધમધમાટની વચ્ચે જ આ બેઠક કેમ બોલાવવામાં આવી? જોકે, દાવો એવો થાય છે કે, સાત-સાત વર્ષથી મીટીંગ નથી યોજાઈ તો પછી હવે ચુંટણીની તારીખોને 
૧૦-૧પ દીવસ આડે છે ત્યારે જ આ બેઠક બોલાવાઈ અને તેમાં ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાવવાની વરવી સ્થિતીઓ ઉભી થવી? આ તો સારૂ છે કે, વર્તમાન પ્રમુખશ્રી અને સામેપક્ષે ધારાસભ્યશ્રીનું જુથ પ્રજાવત્સલતાની 
જ છબી ધરાવનારા લોકસેવકો છે, નહી તો લોકસભાની ચૂંટણી દરમ્યાન આ પ્રકારના વિશાળ-કચ્છવ્યાપી ફેલાયેલા વ્યવસાયને વેરવિખેર કરવા સમાન હરકતમાં કોઈને કોઈ જાણતા અજાણતા રાજકીય 
લાભા-લાભ પણ પડદા પાછળથી મેળવી જતા હોય છે..! ખરેખર આવુ ન બને તે માટે પણ બન્ને જુથન


ગાંધીધામ : ખેતી-પશુપાલન બાદના કચ્છના સૌથી મોટા એવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ફરીથી વિવાદના વાદળોનું સંકટ ઘેરાવવા પામ્યુ હોય તેમ ગત અઠવાડીયે અહીની ડબ્બા પદ્વતિને લઈને ડખ્ખો જ સર્જાઈ જવા પામી ગયો હોવાના વરવા ચિત્રો ઉભા થવા પામ્યા હતા. આ બાબતે જાણકારો અને જિલ્લાના પ્રબુદ્ધવર્ગની વાત માનીએ તો ડબ્બાને લઈને ટ્રાન્સપોર્ટ જગતમાં પાછલા એકાદ અઠવાડીયાથી જે વિવાદ સર્જાવવા પામી ગયો છે. પ્રબુદ્ધવર્ગ સ્પષ્ટ માની રહ્યો છે કે, લડાઈમાં લાડવા કોઈને નથી મળતા, વર્તમાન પ્રમુખ અને સામેપક્ષે અન્ય જુથ પણ જે રીતે મેદાનમાં આવ્યુ છે તેઓ બન્ને કદાચ પોતપોતાના મુદાઓ અને વિષયો પર સાચા હોઈ શકે છે, પરંતુ આખાય ટ્રાન્સપોર્ટ જગત અને ક્ષેત્રને જયા અસર થવાની વાત આવી રહી હોય ત્યાં વાદ-વિવાદને છોડી અને સંવાદનો માર્ગ જ અપનાવવો જોઈએ અને મધ્યસ્થીનો માર્ગ આ ડબ્બાના ડખ્ખાને લઈને શું નીકળી શકે તેમ છે તે વિચારે વિના વિલબે વેળાસર બન્ને જુથોએ ટ્રાન્સપોર્ટ, ટ્રકમાલીક અને આખાય ટ્રાન્સપોર્ટ જગતના હિતને પ્રાધાન્ય આપવાની દીશામાં વિચાર કરવો જોઈએ તે જ સમયની ટકોર બની રહી છે.એટલુ માત્ર જ નહી પરંતુ પ્રબુદ્વવર્ગ કહી રહ્યો કે છે કચ્છ જિલ્લા ટ્રક માલિક સંગઠનના વિવાદના પગલે છેલ્લા ૧ર વર્ષથી ચાલતી ડ્રો પદ્વતિ આજે નિર્ણાયક તબક્કે આવી પહોચી છે. જો સંગઠનના બન્ને જુથો મધ્યસ્થીનો માર્ગ કદાચ ન અપાવે તો આ પદ્વતિના અસ્તિત્વને લઈને પણ સવાલો જ ઉભા થઈ જાય તેમ જાણકારો માની રહ્યા છે.કારણ કે, વિવાદ ઉભો થયો તે બાદ ૩૦મી એપ્રીલ સુધી ડબ્બો  ચાલુ રાખવામા આવ્યો હતો. હવે આજ રોજ ૧ મે થવા પામી ગઈ છે એટલે કે, આ સમયગાળો પૂર્ણ થયો છે અને તે વખતે પણ જે રીતે ટ્રાન્સપોર્ટર ઓરપરેટર એસો.એ કહ્યુ હતુ કે, જો સમાધાન નહી થાય તો આગળની કઈ રીતે ચીઠ્ઠીઓ આપવી તેની બેઠક બોલાવીને ચર્ચા કરવામા આવશે. આ માટેની આજે બેઠક પણ સાંજે મળવા પામી રહી છે. પરંતુ તે પહેલા જ બન્ને જુથના અગ્રણીઓ દ્વારા ચીઠ્ઠીઓ અમને આપોની ટહેલ નાખી દીધી છે. આવામાં વેપારીઓ માટે પણ અસમંજસની જ સ્થિતી ઉભી થાય તે સમજી શકાય તેમ છે. બન્ને જુથ તરફથી તેમને ચીઠ્ઠીઓ આપવા માટે પત્ર આપેલા હોય તો સાચા અને ખરા વેપારીઓ જે ધંધો-વ્યવસાય કરવામા જ માની રહ્યા છે તેઓ ચોકકસથી વિવાદમાં ન પડવાનું મન બનાવે તેમાં કોઈ બેમત નથી. હવે કદાચ જો ટ્રક માલિકને સીધી ચીઠ્ઠી અપાય છે તો પણ કમિશનની માર-ફટકાર પડી શકે તેમ છે. ખરેખર આવી સ્થિતીમાં કચ્છના એક બેઠા મોટા એવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના વિશાળ અને વ્યાપક હિતને ધ્યાને લેવાની જરૂર છે. અને બન્ને જુથ આ વિશાળ હિતને જોઈને મોટુ મન રાખી વ્યકિતગત જે કોઈ કદાચ પ્રશ્નો હોય તો તેને પણ બાજુએ મુકી અને હાલતુરંત એક એડહોક સમીતીની રચના કરી દેવી જોઈએ. જે બન્ને જુથો સંગઠન પર દાવાઓ કરી રહ્યા છે તેમના પ૦-પ૦ ટકા સર્વમાન્ય હોય તેવા લોકોનો સમાવેશ આ એડહોક સમીતીમાં કરી લેવો જોઈએ તેમ પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ જગત, ટ્રક માલિકો, વેપારી, સહિતનાઓને સર્વ સ્વીકાર્ય હોય તેવા મુદાઓ પર આ એડહોક સમીતી હાલતુરંત કામ ચાલુ રાખે અને ડબ્બાના વિવાદનો અંત લાવી કચ્છને માટે આર્શીવાદરૂપ એવા આ વિશાળ વ્યવસાયને હાનિ થતી અટકાવવાના બન્ને જુથના આગેવાનોને સમજાવવાની દીશામાં કચ્છના રાજકીય જગતે પણ આગળ આવવુ જ ઘટે. સાંસદશ્રી બની શકે કે કદાચ ચૂંટણીના કાર્યમાં વ્યસ્ત હોઈ શકે છે પરંતુ કચ્છના ધારાસભ્યોએ આ ડબ્બાના ડખ્ખાના વિવાદનો સુખદ મધ્યસ્થીપૂર્ણ ઉકેલ આવી જાય તે માટે વિના વિલંબે પક્ષાપક્ષીને જોવાના બદલે કચ્છના વિશાળ હિતને કેન્દ્રમાં રાખી અને બન્ને આગેવાનોને એક ટેબલ પર બેસાડી, એડહોક સમીતીનો સ્વીકાર કરે અને ગઠન બનાવી દે તે જ સૌના હિતમાં રહેશે તેમ જાણકારો કહી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM